Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા ને રાજ્ય સરકારશ્રી આપેલ ગ્રાન્ટમાંથી ૧.૭૫ કરોડ ના ખર્ચે બનાવેલ અધતન દીન-દયાળ આશ્રયસ્થાન જેમાં ૧૦૦ ઉપર બેડ તથા સીસીટીવી તેમજ ફાયર સેફટી અત્યાધુનિક આશ્રેયસ્થાન ને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યું.
ગોંડલ ના ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમાં ગોંડલ નગરપાલિકા ને રાજ્ય સરકારશ્રી આપેલ ગ્રાન્ટમાંથી ૧.૭૫ કરોડ ના ખર્ચે બનાવેલ અધતન દીન-દયાળ આશ્રયસ્થાન જેમાં ૧૦૦ ઉપર બેડ તથા સીસીટીવી તેમજ ફાયર સેફટી અત્યાધુનિક આશ્રેયસ્થાન ને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ગોંડલ નગરપાલિકા સાથે મળીને વિવિધ સેવાઓ ગોંડલ ના લોકોને મળે એવી ખાતરી આપી હતી.ભાજપ યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ( ગણેશભાઈ ) એ શુભેચ્છા પાઠવી હતી.આ તકે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી સમીરભાઈ કોટડીયા તેમજ ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ તેમજ કારોબારી ચેરમેન શ્રી ઋષિરાજસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા, ઓમદેવસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના તમામ હોદ્દેદારો સભ્યો, શહેર ભાજપ ટીમ, માર્કેટીંગ યાર્ડના ડીરેકટરૉ, નાગરિક બેંકના ડીરેકટરો, બાર કાઉન્સિલ ના હોદ્દેદારો શહેરની વિવિધ સંસ્થાઓ ના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.