Gondal-Rajkot ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા ને જાનથી મારી નાખવાની ધમકી

Loading

 

ગોંડલના ગુંદાળા ફાટક પાસે બે અજાણ્યા શખ્સોએ બાઇક અથડાવીને અપશબ્દો બોલી ધમકી આપી: જીવનું જોખમ હોવા અંગેનું સોંગદનામું ગૃહમંત્રી ડીજીપીને એક માસ પહેલા આપેલ હતું: ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલના શહેર કોંગ્રેસ પ્રમુખ આશીષ કુંજડીયાને ગુંદાળા ફાટક પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાતા તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ફરીયાદી આશીષભાઇ કુંજડીયા ઉ.વ.37 રહે.ગોંડલ એ વધુમાં જણાવ્યું હતું કે ગત રોજ મારા મીત્રની પુત્રીનો લગ્ન પ્રસંગ પુરો કરીને મારા ઘર તરફ જતો હતો ત્યારે ગુંદાળા ફાટક પાસે પહોંચતા સામેથી બાઇક લઇને આવેલા બે અજાણ્યા શખ્સોએ મારી બાઇક સાથે અથડાવી મને કારણ વગર મન ફાવે તેમ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ હું ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા ફરીથી અટકાવીને પ્રયાસ કરીને અપશબ્દો આપીને નાસી છુટયા હતા. જે અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસના હેડ કોન્સ. વિશાલ.ડી.ગઢાદરા અને ટીમે આગળની શોધખોળ હાથ ધરી હતી.

વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશીષભાઇ એ જણાવ્યું હતું કે,એક માસ પહેલા મારા જીવનું જોખમ હોવાની દહેશત અંગેનું સોગંદનામું ગૃહમંત્રી અને ડીજીપીને આપેલુ. તેમજ થોડા દિવસ પહેલા મંડવીચોક પો.ચોકી ખાતે મળેલ શાંતી સમીતીની બેઠકમાં પણ પોતે શહેરમાં ચાલતા જુગાર, દારૂ ,વરલી નાં અડ્ડા અંગેની ફરીયાદ કરી હતી. તેમજ બે દિવસ પહેલા રાત્રે કોઇ અજાણ્યા શખ્સે મને ફોન કરીને મળવા માટે કહેલું હતું. જે અંગે પણ મેં પોલીસને જાણ કરેલ હતી.

error: Content is protected !!