Dhoraji-Rajkot ધોરાજીમાં બાઇકમાં દારૂ-બિયર સાથે ર શખ્સોની ધરપકડ.
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.સાગર બાગમારની સુચના અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ યોગેશભઇ બાલાસરાને ખાનગી રહે. કે ધોરાજી ગેલેકસી ચોક તરફથી એક સફેદ કલરનું એકટીવા બાઇક જેના રજી નં. જી.જે. ૦૩ એલએ ૮૦૭૪ માં એકટીવામાં ઇંગ્લીશ દારૂ જેથી સદરહું જગ્યાએ પહોંચી ઉપર જણાવ્યા મુજબ એકટીવા બાઇક આવતા બાઇકના ચાલકને રોકી ચેક કરતા વચ્ચેના ભાગે ભારતીય બનાવટની પરપ્રાંતિય અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવેલ હતી.
પોલીસ (૧) સુનીલ પ્રકાશભાઇ હોતવાણી જાતે સિંધી લુવાણા ઉ.ર૯ ધંધો શાકભાજી વેપાર રહે. ધોરાજી જમનાવડ રોડ નવી હવેલી સામે વૈષ્વ વાણીની (ર) ભાવેશભાઇ જયેન્દ્રભાઇ કેસરીયા જાતે સિંધી લુવાણા ઉ.૩૧ ધંધો ડ્રાઇવિંગ રહે જમનાવડ રોડ તુલસી પાર્ક બ્લોક નં. ટી ૧ રૂ.૩૮૯૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ. એ.બી. ગોહિલ, આ સબઇન્સ. બી.એચ.ગંભીર, યોગેશભાઇ બાલસરા પો.કોન્સ. પ્રેમજીભાઇ કિહલા પો.કોન્સ. શકિતસિંહ જાડેજા પો.કોન્સ.એ કરી હતી.