Gondal-Rajkot ગોંડલના બાંદરા ગામના રાહુલ પટેલને ચોરાઉ બાઇક સાથે રૂરલ એલસીબીએ ઝડપી લીધો.
ગોંડલના બાંદરા ગામના યુવાનને ચોરાઉ બાઇક સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક બલરામ મીણા વણ શોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એલ. સી. બી. ના પોલીસ ઇન્સ. એ. આર. ગોહીલ તથા પો. સબ. ઇન્સ. એસ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા પો. હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરાને સંયુકતમાં મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના બાંદરા ગામેથી રામજી મંદિર પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે રાહુલ પરષોતમભાઇ ઘોણીયા રહે. મું. બાંદરા સામે તાલુકો ગોંડલને પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.