Gondal-Rajkot.ગોંડલમાં ચોરાઉ બાઇક સાથે અઝરૂદિન કાદરીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો.
પોલીસ અધિક્ષક બલરામ મીણા વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ અનીલભાઇ ગુજરાતી પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બેહરાને સંયુકતમાં ખાનગી બાતમીદારી મારફતે મળેલ હકિકત આધારે ચોરાઉ બાઇક સાથે અઝરૂદિન ઉર્ફે આજુબાપુ અનવરમીયા કાદરી રહે. ગોંડલ મોવીયા રોડ, ઘાંચી જમાત ખાના પાસેને પકડી પાડી પુછપરછ કરતા તેની પાસે રહેલ બાઇક ગોંડલમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા તેને ગોંડલ પોલીસના હવાલે કરાયો હતો.
આ કામગીરીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.સબ. ઇન્સ. એસ.જે.રાણા, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, મહેશભાઇ જાની, રૂપકભાઇ બોહરા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર, તથા અનિરૂધ્ધસિહ જાડેજા રોકાયા હાતા.