Gondal-Rajkot ગોંડલ સીટી માંથી બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: ગોંડલ સિટી Pi એમ.આર.સંગાડા સહિત ટીમનો દરોડો ૬૦૦ લીટર કી.રૂ ૪૩.૨૦૦/- કુલ રૂ ૪,૪૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી.એ.ઝાલા નાઓ તરફ થી મળેલી સુચના અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.વિસ્તારમાથી ગેર કાયદેશર રીતે શંકાસ્પદ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ કરતા ઇસમો કડક કાર્યવાહી કરવા સુચના તથા આપેલ જરૂરી માર્ગદર્શન અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એમ.આર.સંગાડા ના માર્ગદશન હેઠળ ગોંડલ સીટી પો.સ્ટાફ પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર ગોંડલ સીટી નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે મોવીયારોડ બરકાતીનગર અલ્તાફભાઇ રજાકભાઇ બાલાપરીયા રહે ગોંડલ વાળો પોતાના ઘરની બાજુમા ખુલ્લા પ્લોટમા શંકાસ્પદ જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતો પારદર્શક રંગ ના પ્રવાહી પોતાના કબ્જામા રાખી વેચાણ કરવાના ઇરાદે મળી આવતા કુલ ૪,૪૫,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડેલ છે.તેમજ બને આરોપી વિરુધ આઇ.પી.સી.કલમ ૨૭૮,૨૭૫ મુજબની કાયદેશરની કાર્યવાહી કરેલ છે. આરોપી માં (૧) રમજાનભાઇ ઇશાભાઇ કઇડા રહે.ગોંડલ મોવૈયારોડ પશુ દવાખાના સામે હૈદરી ચોક (૨) અલ્તાફભાઇ રજાકભાઇ બાલાપરીયા જાતે મુસ્લીમ રહે.મોવીયારોડ રાહે બરકાતી નગર કબ્જે કરેલ મુદામાલ માં (૧) એક ટાટા કંપનીનો ટ્રક જેના રજી નં GJ-1૩-V-3074જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- (૨) ઇલેક્ટ્રીક મોટર નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- (૩) પેટ્રોલીંયમ વાસવાળો જવલનશીલ પદાર્થ કુલ ૬૦૦ લીટર કુલ કિ. રૂ.૪૩,૨૦૦/-
કામગીરી કરનાર ગોંડલ સિટી PI એમ.આર.સંગાડા તથા HC શ્રી જયદીપસિંહ ચૌહાણ તથા કુલદીપસિંહ રાઠોડ તથા યુવરાજસિંહ જાડેજા પો.કોન્સ મહેન્દ્રભાઇ ખીમશુરીયા તથા શક્તીસિંહ જાડેજા તથા વિશાલભાઇ સોલંકી તથ જયંતીભાઇ સોલંકી સહિતના જોડાયા હતા