Gondal-Rajkot.ગોંડલના ગુંદાળામાં પત્નીને આપઘાત માટે મજબુર કરનાર પતિ મહેશની ધરપકડ.

Loading

 ગુંદાળા ગામે પતિના ત્રાસથી પાંચ દિવસ પૂર્વે સળગી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે આરોપી પતિ સામે આપદ્યાતની ફરજ પાડવાની કલમનો ઉમેરો કરી આરોપી પતિ ને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતી ભારતીબેન મહેશભાઈ ડાભી (ઉ.વ.૩૪) નામની મહિલા ગત તા.૧૨ના પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ગોંડલ તાલુકા પોલીસે નિવેદન લેવા જતાં ગીતાબેને તેનો પતિ મહેશ અવાર નવાર દારૃ પી ત્રાસ આપતો હોય અને બનાવના દિવસે પણ ગેસના બાટલા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ થતાં લાગી આવતા તેણે જાત જલાવી લીધાનું જણાવતા તાલુકા પોલીસે પતિ સામે ત્રાસનો ગુનો નોંધી મહિલા પોલીસને તપાસ સોંપી હતી. દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભારતીબેનનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૃરી કાર્યવાહી કરી મહિલા પોલીસ મથકના પીએસઆઇ એ આરોપી પતિ સામે મરવા મજબૂર કર્યાની કલમનો ઉમેરો કરી આરોપી પતિને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!