Gandhinagar-શિક્ષકો માટે બદલીને લઈને રાહતના સમાચાર, સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કરતા ૨ લાખ શિક્ષકોનો થશે મોટો ફાયદો.
શિક્ષકોના બદલીના નિયમોને લઈને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ૧૦ વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો અંગે ઘના સમયથી માંગ થઈ રહી. આ બાદ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે જેનાથી ૨ લાખ શિક્ષકોને ફાયદો થશે.
મળતી માહિતી મુજબ આ બેઠકમા સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખા ભાઇ હાજર રહ્યા હતા. આ અગાઉ જ્યા શિક્ષકોની બદલી થઇ ૧૦ મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાનો નિયમ હતો.
આ બેઠક બાદ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે. હવે આ મામલે સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા જેને બદલીને વતન શબ્દ દૂર કર્યો છે અને ૧૦ વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને ૫ વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકવાની છુટ પણ આપવામા આવી છે.