Gondal-Rajkot ગોંડલના જેલ ચોક ના રાજમાર્ગ મા થીગડા બેસી જતા બેસણુ યોજી વિરોધ દર્શાવતી કોંગ્રેસ.

જેલચોક થી ત્રણ ખુણીયા સુધીના ટ્રાફિક થી ધમધમતા માર્ગ પર પાલીકા તંત્ર દ્વારા તાજેતર માં મરાયેલ થીગડા બેસી જતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ, રૂષભરાજ પરમાર, દિનેશભાઇ પાતર, જયસુખભાઇ વઘાશીયા,કિશોરસિંહ જાડેજા,નિમેષભાઈ રૈયાણી,જય નાંદપરા,સુરેશભાઈ ભટ્ટી,ધર્મેશ બુટાણી,પ્રવિણભાઈ ખુટે માગઁ ઉપર બેસણુ યોજી વિરોધ દર્શાવ્યો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ જણાવ્યુ કે ટ્રાફિક થી ધમધમતા આ માર્ગ પર ખાડાઓ પડયા હોય હજુ થોડા દિવસ પુર્વે નગપાલીકા દ્વારા થીગડા મરાયા હતા.પણ નબળા કામ ને કારણે થીગડા બેસી જતા રાહદારીઓ પરેશાન બન્યા છે.કોંગ્રેસ આગેવાનોએ હાથ મા બેનર લઈ માર્ગ પર ફરી બાળ મરણ પામેલા માર્ગ નુ બેસણુ યોજી સુત્રોચાર કર્યા હતા.

 

error: Content is protected !!