Gondal-Rajkot ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા સુરત હત્યાની ઘટના ને વખોડી કાઢી ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું:રાજ્યના ગૃહ મંત્રી ને રાજીનામું આપી દેવા માંગ કરી.
રાજ્યના ગૃહ મંત્રી ને રાજીનારાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે કાયદો અને વ્યવસ્થા સદંતર ભંગ થઈ રહી છે સુરત યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવયાની ઘટનાથી રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગોંડલ કોંગ્રેસીઓ એ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી ગૃહમંત્રી ના રાજીનામાં ની માંગ કરી હતી.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા, યતીષભાઈ દેસાઈ , રૂષભરાજ પરમાર, નિમેષભાઈ રૈયાણી, જય નાંદપરા, સુરેશભાઈ ભટ્ટી, દિપકભાઈ પટેલ, ચિરાગ રાદડિયા, દિનેશભાઈ પાતર, કિશોરસિંહ જાડેજા તેમજ શૈલેષભાઈ રૈયાણી સહિતના ઓ એ સુરતમાં બનેલી ક્રૂર હત્યા ની ઘટના ને વખોડી કાઢી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે સુરતમાં ગ્રીસ્મા વેકરીયા ની જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હત્યારાને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવવી જોઈએ તેમજ ગૃહ મંત્રીના વિસ્તારમાં આવી ઘટના બની હોય નૈતિકતા દાખવી ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી.