Gondal-Rajkot ગોંડલની ગોંડલી નદીના પટમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ ઝડપાયા ત્રણ નાસી ગયા.
ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં પોલીસે દરોડો પાડી ઘોડી પાસા નો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે ત્રણ શખ્સો નાસી જતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પી.આઈ મહેશ સંગાડા, એએસઆઈ રીનાબેન માલવિયા, હેડ કોસ્ટેબલ જયદીપ સિંહ ચૌહાણ તેમજ કુલદીપ સિંહ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે ગોંડલી નદીના પટમાં જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા અસલમ બાબુભાઈ કટારીયા રહે ભગવત પરા, સોયબ અશરફભાઈ રહે નાની બજાર ગુંદાળા શેરી, વલ્લભ રૂડાભાઈ સોલંકી રહે આવાસ ક્વાર્ટર વાળાઓને ઝડપી લઇ રોકડા રૂપિયા ૧૧૨૦૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડા દરમ્યાન સંજય ધીરૂભાઈ સોલંકી રહે બાલાશ્રમ પાસે, અલારખા તેમજ હંસાબેન ઉર્ફે હંસલી અજયભાઈ સોલંકી રહે સરકારી દવાખાના સામે વડાઓ નાસી જતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા