સરકારી શાળા કોલેજમાં ભણી પોરબંદરની યુવતી બની ડોકટર ભાણવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબે પોરબંદરની આદર્શ નિવાસી શાળામાં કર્યો છે અભ્યાસ .
શાળા – કોલેજમાં ભણીને પોરબંદરની યુવતી ડોકટર બની છે તેથી તેને મંત્રી સહિત આગેવાનોએ બિરદાવી હતી.સરકારી કન્યા છાત્રાલયના ખાત મુહૂર્ત પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે આદર્શ નિવાસી કન્યા શાળા પોરબંદરની વિવિધ ક્ષેત્રે આગળ વધેલ પૂર્વ વિધાર્થિનીઓને સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી . આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પૂર્વ વિધાર્થિની મેડીકલ ઓફિસર ડો . ચાવડા સોનલ બહેને આદર્શ નિવાસી શાળામાં મળેલ શિક્ષણ વિશે પોતાના મંતવ્યો રજૂ કરી ભાવુક થયા હતા . સામાન્ય પરિવારમાંથી આવતા ડોકટર સોનલ બહેને કહ્યુ કે , મેં પ્રાથમિક શિક્ષણ લઇને એમ.બી.બી.એસ. સુધીનો અભ્યાસ સરકારી શાળા કોલેજમાં કર્યો છે . પોરબંદર સ્થિત પોરબંદરની આર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરીને ડોકટર તરીકે સેવા બજાવતા સોનલબેન ચાવડાની તસ્વીર . ( તસ્વીર : જીજ્ઞેશ પોપટ ) આર્શ નિવાસી શાળા મારા માટે મંદિર સમાન છે . ધો .૮ થી ૧૦ સુધીનો અહીંથી અભ્યાસ કર્યા બાદ મેડિકલ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા અહીંથી મને મળી હતી . મારા પિતા શ્રમિક છે , ખાનગી કોલેજમાં મેડિકલનો અભ્યાસ શક્ય જ ન હતો , પરંતુ રાજય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓના કારણે ડોકટર બનવાનુ મારું સ્વપ્ન સાકાર થયું છે . વિધાર્થીઓ સરકારી શાળામાં ભણીને પણ પોતાના ધ્યેયો હાંસલ કરી શકે છે . આ પ્રસંગે ડો . સોનલ બહેનના પિતા નાથાભાઇએ કહ્યુ કે , દિકરીને ડોકટર સુધીનો અભ્યાસ પૂર્ણ કરાવવો મારા માટે શક્ય ન હતું , પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાથમિકથી મેડિકલ સુધી શિક્ષણ મળતા અમારા પરિવારનું સ્વપ્ન સાકાર થયું છે . હાલ ભાણવડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા સોનલ બહેન સામાન્ય પરિવારની દિકરીઓ માટે આદર્શ સમાન છે .