Gondal-Rajkot ઓમ ની ગણિત ની આવડત નો નાદ ગુંજયો આખા દેશ માં… નેશનલ લેવલ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ગોંડલ નો 11 વર્ષ નો ઓમ જોશી બન્યો ચેમ્પિયન
ઓમ , ક્રિશા અને પાર્થ ની ત્રિપુટીએ ગણિત ના 200 દાખલા ગણ્યા 10 મિનિટ માં.
સ્વપ્ન જોવા હોય તો સૂવું પડે અને સ્વપ્ન સિદ્ધ કરવા હોય તો જાગવું પડે , જેવડી મોટી સિદ્ધિ જોઈતી હોય તેનાથી વધુ સખત તો મહેનત કરવી પડે.આ આ વાત ને યથાર્થ ઠેરવતા ગુરુ ચેલા ની જોડીએ રાખ્યો રંગ અને ફરી થી એક વખત ગોંડલ નો 11 વર્ષ નો ઓમ ચેતનભાઈ જોશી યુસીમાસ ની નેશનલ લેવલ ની મેન્ટલ એરિથમેટિક ની સ્પર્ધા માં થયો ચેમ્પિયન.
ગણિત ના અઘરા કહેવાય એવા સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન ની મદદ વગર અને માત્ર માનવમગજ ની અદભુત ક્ષમતા ને સિદ્ધ કરવા 10 જ મિનિટ માં 200 દાખલા ગણવા ની આ નેશનલ લેવલ ની ઓનલાઇન સ્પર્ધા માં તા.23 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી વચ્ચે ગોંડલ ના 14 બાળકો એ અલગ અલગ કેટેગરી માં ભાગ લીધેલ હતો.જેમાં જોશી ઓમ ચેતનભાઈ A3 માં ચેમ્પિયન અને જગડા પાર્થ ભાવેશભાઈ એ A3 માં પ્રથમ રેન્ક મેળવેલ અને તેમને બરોડા ખાતે તા.6.ફેબ્રુઆરી ના રોજ યુસીમાસ ઇન્ડિયા ના સ્નેહલ કારીયા ,સિમ્પલીસીઓ , મેહુલજોષી ના હાથે ટ્રોફી આપવા માં આવેલ. આ બાળકો ને રજનીશ રાજપરા , ઈશાની ભટ્ટ અને ઈશા ટાંક ના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા માટે તૈયાર કરાયેલ.
ગોંડલ ની નાની ઉંમર ની 6 વર્ષે ની ઢીંગલી નિર્મળ ક્રિશા દર્શકભાઈ Z2 માં સેકન્ડ રેન્ક , કાકડીયા દધયંગ દિલિપભાઈ એ Z3 માં પાંચમો રેન્ક, ધાધલ ધૈર્ય વિનોદભાઈ એ B3 માં પાંચમો રેન્ક મેળવેલ. સખીયા સુહાની કેટનભાઈ , ચોથાણી શુભ ભરતભાઇ ને મેરીટ એવોર્ડ મળેલ.જ્યારે બેરા જિયા ચંદ્રેશભાઈ ,ચાવડા આયુશી પ્રશાંતભાઈ , પીપળવા ખુશ અલ્પેશભાઈ , ખાનપરા કાવ્યા યોગેશભાઈ , પીપળીયા ડ્રિમિલ ચિરાગભાઈ , માથુકિયા પ્રિન્સ જગદીશભાઈ , અને કાલરીયા સર્વાંગ રાકેશભાઈ એ પાર્ટીસિપેશન મેડલ મેળવેલ.
આ બાળકો ને નેશનલ લેવલ ની આ સ્પર્ધા માટે તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેટ ના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવેલ કે નેશનલ લેવલ ની 7000 વિધાર્થી ઓ વચ્ચે ની આ સ્પર્ધા માટે આ બાળકો છેલ્લા 4 મહિના થી તૈયારી કરતા હતા. કોઈ પણ બાળકો ને સ્પર્ધા માં ભાગ લેવડાવવા નો હેતુ માત્ર ઇનામ કે ટ્રોફી નથી હોતો , તેની પાછળ નાની ઉંમર થી બાળકો ને શિસ્ત બદ્ધ તાલીમ , ટાઈમ મેનેજમેન્ટ અને તેમનામાં રહેલ આંતરીકક્ષમતાઓ ને ખીલવવા ની તક આપવાની પણ હોય છે. દરેક માતાપિતા જો પોતાના બાળકો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી ને તેને પોતાને મનગમતા ક્ષેત્ર માં આગળ વધવા તક આપે તો ચોક્કસ બાળક પોતાનું શ્રેષ્ઠ દેખાવ કરવાનો જ અને આ જ બાબત તેનો આત્મવિશ્વાસ પણ વધારશે. ગોંડલના આ બાળકો હવે 2022 માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું અને ગોંડલ નું નામ રોશન કરવા તૈયાર છે.પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે , દિવ્યેશભાઈ સાવલિયા , ગોપાલભાઈ સખીયા વગેરે દવારા આ બાળકો ને સુભેચ્છઓ અપાઈ રહી છે.