Gondal-Rajkot ગોંડલમાં ગાંજાનો જંગી જથ્થો વેચવા આવેલા રાજસ્થાનના ખુશીરામને એલસીબીએ ઝડપી લીધો:૨૫ કિલો ગાંજાનો જથ્થો સહિત ૨.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારએ જીલ્લામાં નાર્કોટીકસ અંગે કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા પો. કોન્સ. રૂપકભાઇ બોહરાને મળેલ સંયુકત હકિકત આધારે ગોંડલ ઘોઘાવદર ચોક થી રેતીચોક તરફ જતા આડા રસ્તે આવેલ બંસીધર સીમેન્ટ પ્રોડકટ નામના કારખાનાની ઓફીસ માંથી ખુશીરામ બદ્રીનારાયણ મીણા જાતે અનુ.જ.જાતિ ઉ.વ.-૨૨ ધંધો-ડ્રાઇવીંગ રહે બાહેડા ગામ ગુર્જરો કા મહોલ્લા તા.ટોડારાયસિહ જી.ટાંક રાજસ્થાન વાળાને ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો વજન ૨૫ કિલોગ્રામ કિ.રૂ.૨,૫૦,૦૦૦નો વેચાણ કરવાના ઇરાદે રાખી કુલ રૂ. ૨,૫૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ શખ્સ ગાંજાનો જથ્થો લઇ ગોંડલમાં વેચવા આવ્યો હતો અને એલસીબીએ ઝડપી લીધો હતો.
આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.સબ ઇન્સ. શ્રી એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, પ્રકાશભાઇ પરમાર, નૈમીષભાઇ મહેતા, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલભાઇ ખોખર તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.