Gondal-Rajkot ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રષ્ટના સભ્યોએ અકસ્માતમાં લોહિલોહાણ થયેલ યુવાનને દવાખાને ખસેડી માનવતા દાખવી.

Loading

ટ્રષ્ટ ના સભ્યો મંદિરે દર્શને જતા હતા અને અકસ્માત સર્જાયેલો જોઈ સેવાના કામે લાગી ગયા

શિવમ સાર્વજનિક ટ્રષ્ટ ના પ્રમુખ દિનેશભાઇ માધડે કહ્યું કે માનવ સેવા તેજ પ્રભુ સેવા છે એટલેજ મંદિરે જતા પહેલા દર્દીનારાયન ની સેવામાં લાગી ગયા હતા

ગોંડલ ઘોઘાવદર રોડ ધારેશ્ર્વર ચોકડી નજીક બાઈક ચાલક ને સ્લીપ થવા થી ગંભીર ઈજા પહોંચતા રોડ પર કણસતી હાલત માં હોય રોડ પર થી પસાર થઈ રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઇ માધડ તથા કાર્યકરો સાથે કાળ ભૈરવ દાદા ના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તા પર કણસતી હાલતમાં પડેલા બાઈક ચાલક ને ગંભીર ઇજાઓ થતા માનવતા દાખવી તુરંત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી સારવાર શરુ કરી હતી પરંતુ ચાલક ની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ બપોર ના સુમારે જીજેઓ 3 એચજી 2547 નંબર ના બાઈક સાથે ધારેશ્ર્વર ચોકડી પાસે થી પસાર થઈ રહેલાં હાલ બંધીયા ખેતમજુરી કરતા પર પ્રાંતીય દલસંગ રાયસંગ પરમાર ઉ.25 સ્લીપ મારી જતા બાઇક રોડ ને કાંઠે ખેતર મા ફંગોળાઇ પડ્યુ હતુ.જ્યારે ચાલક દલસંગ ગંભીર ઇજા સાથે રોડ ની સાઇડ મા પડ્યા હોય અને વેદના થી કણસતા હોય આ વેળા પસાર થઈ રહેલા શિવમ ગૃપ ના સેવાભાવી દિનેશભાઇ માઘડ,જયેશભાઇ વ્યાજબી,ગીરીશભાઈ ગોહિલ, જગાભાઇ બાંભવા એ પોતાની કાર અટકાવી ઇજાગ્રસ્ત યુવાન ને કાર મા લઈ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.જ્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.અકસ્માત ની જાણ તાલુકા પોલીસ ને થતા તપાસ હાથ ધરાઇ છે

error: Content is protected !!