Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા દ્વારા ૨૬ લાખના ખર્ચે જુદાજુદા ત્રણ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.
ગોંડલ નગરપાલિકા દ્વારા આજરોજ જુદા-જુદા ત્રણ કામોના જેવા કે ખોડિયાર નગરમાં ૧૩ લાખના ખર્ચે પુલનું ખાતમુરત તથા ૩ લાખના ખર્ચે સિદ્ધાર્થ નગર માં પાઇપ કન્વર્ટ પુલ ખાતમુહૂર્ત તથા રામ દ્વારથી જાગૃતિ સ્કૂલ સુધી દસ લાખના ખર્ચે 34 લાઈટ પોલ નું લોકાર્પણ ગોંડલ ૭૩ વિધાનસભા ભાજપ અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા(ગણેશભાઈ )હસ્તે કરવામાં આવ્યું
આ તકે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા તથા ઉપ-પ્રમુખ સંજયભાઈ ધિણોજા તથા કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા નગરપાલિકાના સદસ્યો યુવા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા શહેરના લોકોએ કામગીરીને બિરદાવી હતી