ગોંડલ ની કૈલાશબાગ સોસાયટી માં આવેલ ભાટીયાવાળી શેરી માથી ખુલ્લા પ્લોટમાં રેઢી પડેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.
ગોંડલ સિટી પી.આઈ. એમ.આર.સંગાડા સહિત ટીમનો દરોડો..
દરોડામાં ગોંડલ સીટી પોલીસને ખુલ્લા પ્લોટમાં પડેલ કાર માંથી દારૂ પકડવામાં સફળતા મળી પણ કોઈ આરોપી હાથ નો આવ્યો..
કુલ રૂ.૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત..
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ DYSP .પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પીઆઇ એમ.આર.સંગાડા તથા સહિતનો સ્ટાફ ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે પો.કોન્સ મહેંદ્રભાઇ ખીમસુરીયા તથા વિશાલભાઇ સોલંકી ને સંયુક્ત રીતે મળેલ હકીકત ના આધારે ગોડલ કૈલાશબાગ સોસાયટી ભાટીયા વાળી શેરી માં ખુલ્લા પ્લોટમા દરોડો પાડી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સિટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મેકડોલ નંબર વન ૭૫૦ એમ.એલ – ૨૨૮ બોટલ – કી.રૂ.૯૧,૨૦૦/- તથા ઓલ સીઝન ગોલ્ડન વિસ્કી ૭૫૦ તથા એમ.એલ – ૨૪ બોટલ – કી.રૂ.૧૨,૦૦૦/- તથા એક વોક્સ વેગન ફોર વ્હીલ ગાડી જેના રજી નં. . GJ-21 A A 1666 વાળી જેની કી.રુ.૨,૦૦,૦૦૦/- કુલ રૂ ૩,૦૩,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે….
પકડવા પર બાકી આરોપી :- GJ-21 A A 1666 ફોર વ્હીલ ગાડીનો ચાલક
કામગીરી કરનાર:-
ગોંડલ સિટી પોલીસ મથકના PI એમ.આર.સંગાડા તથા PSI. બી.એલ. ઝાલા તથા HC યુવરાજસિંહ જાડેજા તથા PC મહેંદ્રભાઇ ખીમસુરીયા તથા વિશાલભાઇ સોલંકી તથા યુવરાજસિંહ ગોહીલ તથા જયંતીભાઇ સોલંકી તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા મહીલા PC તુલજાબેન ગોંડલીયા સહિતના જોડાયા હતા….