Gondal-Rajkot ગોંડલમાં સગીરાને ભગાડી જવા મામલે યુવાનની હત્યા: ત્રણેય આરોપી ઝડપાય.
મૃતક યુવાન છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો:યુવાન ચાર-પાંચ દિવસ પહેલા જ સગીરાને ભગાડી અમદાવાદ નાસી ગયો હતો:સગીરાનો પરિવાર અમદાવાદથી શોધી બંનેને ગોંડલ લાવ્યા બાદ ખૂની ખેલ ખેલ્યો:એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ અને ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી પંચપીરની ધાર પાસે ગઈકાલે સુનિલ નામના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવાન સગીરાને ભગાડી ગયો હોવાથી સગીરાનો પરિવાર રોષે ભરાયો હતો બંનેને અમદાવાદથી શોધી કાઢી ગોંડલ તેમના ઘરે લાવ્યા હતા.બાદમાં યુવાનને ઘાતક હથિયારો સાથે ઘેરી ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી.બનાવના પગલે ગોંડલ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.જ્યારે રૂરલ એલસીબીએ આરોપીઓની ધરપકડ કરી તેની પૂછપરછ આદરી છે.
પ્રાપ્ત વિગત મુજબ,ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસ પંચપીરની ધાર પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતો સુનીલ મનસુખભાઇ સોલંકી (ઉં.વ.૨૩)ને તેની બાજુમાં રહેતા પરિવારે જ રહેંસી નાખ્યો હતો.પથ્થરો, હોકી, અને છરી વડે હુમલો કરતા સુનિલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ પીઆઇ એ.બી.ગોહીલ સહિતનો સ્ટાફ દોડી જઇ સુનિલના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન રૂરલ એલસીબીએ પણ તપાસમાં ઝુકાવી સમીર ફિરોઝ શાહમદાર અને તેના બે સગીરભાઇઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સુત્રો અનુસાર,જેની હત્યા થઇ તે સુનિલ ચાર-પાંચ દિવસ પહેલા પાડોશી ફિરોઝ શાહમદારની સગીર પુત્રીને ભગાડી ગયો હતો.બન્ને અમદાવાદ હોવાની માહિતી મળતા સગીરાનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો.બન્નેને સમજાવીને આજે બપોરના સમયે ગોંડલ પહોંચ્યા હતા.ગોંડલ પહોચ્યાં બાદ પંચપીરની ધારે તેમના ઘર પાસે જ સગીરાના પરિવારે રોષે ભરાયને પથ્થર, હોકી અને છરી સહિતના હથિયારો વડે સુનિલને ઘેરી લઇ તેની હત્યા કરી નાખી હતી.યુવાન સુનિલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આ અંગે પોલીસે કાર્યવાહી કરી છે.
387 thoughts on “Gondal-Rajkot ગોંડલમાં સગીરાને ભગાડી જવા મામલે યુવાનની હત્યા: ત્રણેય આરોપી ઝડપાય.”
Comments are closed.