Gondal-rajkot ગોંડલ શહેર પોલીસ સ્ટેશનનાના ગંભીર પ્રકાર ની ઇજા ના મારામારી ના ગુન્હામાં છેલ્લા પાંચ મહીના થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Loading

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક  સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા એ ગંભીર ગુન્હા ના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ આપેલ હોય ગઇ તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ ગોંડલ શહેરમાં મારામારી નો બનાવ બનેલ જેમા ફરીયાદી અર્જુન મહેન્દ્રભાઇ ચૈાહાણ રહે. ગોંડલ બાવાબારી શેરી વાળા ને શરીરે છરી થી ગંભીર પ્રકાર ની ઇજા કરેલ નો બનાવ બનેલ જે અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે ગુ.ર.નં-૪૨૦/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૨૬,૩૨૪ વી મુજબ નો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો બન્યા બાદ આરોપીઓ નાશી ગયેલ હોય જે ગુન્હાના આરોપીઓ પકડી પાડવા પ્રયત્ન માં હતા દરમ્યાન આજરોજ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એસ.જે..રાણા નાઓની રાહબરી હેઠળ તાબાના પો.હેઙકોન્સ. અનીલભાઇ ગુજરાતી  તથા મહીપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકબહાદુર બોહરા ને મળેલ બાતમી આધારે આ ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા અને નામદાર કોર્ટ દ્રારા સી.આર.પી.સી કલમ ૭૦ મુજબ વોરંટ ઇશ્યુ કરેલ આરોપી હુશેન ઉર્ફે ભોલીયો દીલાવરભાઇ મકરાણી જાતે બ્લોચ ઉ.વ. ૨૫ રહે. ગોંડલ ગુંદાળા દરવાજા વાળા ને ગોંડલ શહેર આશપુરા ચોકડી પાસેથી ઝડપી પાડી ગોંડલ શહેર પોલીસ સ્ટેશનમાં સોંપવા માટે કાર્યવાહી કરેલ છે 
*આરોપી નો ગુનાહીત ઇતીહાસ :(૧) ગોંડલ સીટી ફસ્ટ ગુ.ર.નં-૧૦૨/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૦૭ વી.(૨) ગોંડલ સીટી ફસ્ટ ગુ.ર.નં-૯૬/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૯૫ વી.(૩) ગોંડલ સીટી ફસ્ટ ગુ.ર.નં-૧૧૬/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૨૫ વી.(૪) ગોંડલ સીટી ફસ્ટ ગુ.ર.નં-૭૩/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૨૪ વી.(૫) ગોંડલ સીટી ફસ્ટ ગુ.ર.નં-૮૪/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૩૬ તથા આર્મ એક્ટ ૨૫(૧) બી.એ વી.(૬) ગોંડલ સીટી સેકન્ડ  ગુ.ર.નં-૩૧૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૨૩,૫૦૬(૨) વી.(૭) ગોંડલ સીટી સેકન્ડ  ગુ.ર.નં-૯૯/૨૦૧૬  જુગાર ધારા કલમ ૪-૫ મુજબ આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ ઇન્સ. એસ.જે.રાણા એ.એસ.આઇ. મહેશભાઇ જાની પો.હેઙકોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ , રૂપક હસ્તબહાદુર બોહરા , મેહુલભાઇ સોનરાજ ,ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!