Dhoraji-Rajkot ધોરાજી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જશને ઈદે મીલાદુનનબી નો સહેરી જુલુસ નીકળ્યું.
ઈસ્લામ ધર્મ ના પયગંબર સાહેબ ના જન્મ દિવસ ની દુનિયા ભરમાં આજરોજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે ધોરાજી માં વર્ષો થી પરંપરા મુજબ સૌરાષ્ટ્ર ભરમાં જશને ઈદે મીલાદુનનબી નીમીતે શહેરી જુલુસ ની શરૂઆત કરનાર ધોરાજી શહેર માં કોરોના મહામારી ના લીધે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસટનટ સાથે ઈસ્લામી લીબાસ માં શીસતબધ રીતે નાત શરીફ પઢતા પઢતા આજરોજ એરીયા વાયજ શહેરી જુલુસ નીકળ્યું હતું.
આ શહેરી જુલુસ નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક લતાવાસી ઓ એ ચા પાણી નાસ્તા વિગેરે નું વિતરણ કરી શહેરી જુલુસ નું સ્વાગત કરેલ હતું. જુલુસ પૂર્ણ થયા બાદ નયાજ નો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ જે કોરોના મહામારી ના લીધે દરેક લતાવાસી ઓ ને પોત પોતાના એરીયા માં નયાજ મોકલી આપવામાં આવેલ હતી જેથી કોઈ એક જગ્યાએ વધુ લોકો ભેગા ના થાય.
આ તકે લઘુમતી આગેવાન હાજી ઈબ્રાહીમભાઈ ખુરેશી, યાસીનભાઈ નાલબંધ,હાજી અફરોઝભાઈ લકકડકુટા, હમીદભાઈ ગોડીલ, સાદાત જમાત ના પ્રમુખ બાવા બાપુ, હાજી અનવરશાહ બાપુ,સૈયદ નાયબ બાપુ, જબારભાઈ નાલબંધ, શબીરભાઈ ગરાણા, મોહમદ કાસીમ ગરાણા, કાસમભાઈ ખુરેશી ,શરીફભાઈ કિંગ ગોલા વાળા સહીત ના અગ્રણી ઓ એ જશને ઈદે મીલાદુનનબી ની મુબારક બાદ પાઠવી હતી. શહેરી જુલુસ માં ધોરાજી પોલીસ ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી
419 thoughts on “Dhoraji-Rajkot ધોરાજી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જશને ઈદે મીલાદુનનબી નો સહેરી જુલુસ નીકળ્યું.”
Comments are closed.