Gondal-Rajkot ગોંડલમાં વિશ્વહિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાવણદહન, શસ્ત્રપૂજન તથા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

     
    ગોંડલ શહેરમાં કોલેજ ચોક ખાતે સાંજે 6 વાગ્યે દશેરાના પર્વ નિમિતે વિશ્વહિંદુ પરિષદ – બજરંગ દળ દ્વારા રાવણ દહન, શસ્ત્ર પૂજન તથા ત્રિશુલદીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


    જેમાં મહંત શ્રી રેવાનંદ મહારાજ બ્રહ્મચારી (દડવી), સંત શ્રી આનંદ સ્વામી મહારાજ (સ્વામિનારાયણ મંદિર ગોંડલ), સીતારામ બાપુ (લોહંગધામ ગોંડલ), મહંત શ્રી ચંદુબાપુ (મામાદેવ મંદિર ગોંડલ),મહંત શ્રી રામદાસ બાપુ (લાલબાપુની જગ્યા ગોંડલ) વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વા.ચેરમેન કનકસિંહ જાડેજા,નગર પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ તરીકે સમીરભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા, ઓમદેવસિંહ જાડેજા, રસિકભાઈ મારકણા તથા ગોંડલની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.


      આ કાર્યક્રમમાં સૌપ્રથમ દિપ પ્રાગટ્ય કરી અને સંતો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોર્ય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આગળ સંતો તથા વિશ્વહિંદુ પરિષદ – બજરંગ દળના પદાધિકારીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું, વક્તવ્ય બાદ ત્રિશુલ વિતરણ અને સપથ વિધિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વહિંદુ પરિષદ – બજરંગ દળમાં નવા હોદાઓની વરણી કરવામાં આવી હતી

જેમાં મયુરભાઈ મહેતાને ગોંડલ પ્રખંડ-મંત્રી ,ભાવિનભાઈ જસાણીને શહેર સંપર્ક પ્રમુખ, દીપકભાઈ વાઘેલાને જિલ્લા ગૌ સેવા સંયોજક,સંજયભાઈ પંડ્યાને ગોંડલ મીડિયા સેલ ઇન્ચાર્જ, હર્ષદભાઈ ગોહેલ ઉપાધ્યક્ષ ગોંડલ પ્રખંડ બજરંગ દળ તરીકેની જવાબદારીઓ આપવામાં આવી હતી.


       આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રભાઈ રાજાણી, હિરેનભાઈ ડાભી, પ્રતિકભાઈ રાઠોડ, જયભાઈ ખંધેડિયા, રસ્મિનભાઈ અગ્રાવત, મયુરભાઈ મહેતા, ભાવિનભાઈ જસાણી,હિતેશભાઈ શીંગાળા, નિલેશભાઈ પરમાર, સાગરભાઈ કાચા, સુરેશભાઈ મકવાણા,કમલેશભાઈ ગોહેલ, રમેશભાઈ મહેતા, જીતુભા જાડેજા વગેરે કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!