Gondal-Rajkot ગોંડલ યાર્ડમાં કોંગ્રેસના સુપડા સાફ : ભાજપનો ભવ્ય વિજય.

૫૮૬ માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને ૫૪૦ મત મળ્યા : કોંગ્રેસને માત્ર ૧૮ મત જ મળ્યા : જયેશભાઇ રાદડિયા, જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિજય સરઘસ

ગોંડલ યાર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થતા જયેશભાઇ રાદડિયા, જયરાજસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં વિજય સરઘસ સાથે જીતના વધામણા થયા હતા.

ગુજરાતમાં ઉંઝા પછીનું બીજા ક્રમ નું અને સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડની યોજાયેલ ચુંટણીનું આજે પરીણામ જાહેર થતાં કોંગ્રેસનાં પંજાને કચડી ભાજપે બુલડોઝર ફેરવી તમામ બેઠકો કબ્જે કરી યાર્ડ પર ફરી સતા હાંસલ કરી છે. કોંગ્રેસનાં એક ઉમેદવારને પુરા પંદર મત પણ નહિ મળતા આ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત થવા પામી છે.

આ સાથે ભાજપ મોવડી અને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં સબળ નેતૃત્વ હેઠળ પહેલાં તાલુકા જીલ્લા પંચાયત અને નગરપાલીકામાં કોંગ્રેસને ઘર ભેગી કરી હવે માર્કેટ યાર્ડમાં પણ સફાયો બોલાવતાં ગોંડલ પંથકમાં કોંગ્રેસનાં અસ્તિત્વનો સવાલ ઉભો થવા પામ્યો છે. તાલુકા પંચાયત, નગરપાલિકા બાદ હવે માર્કેટ યાર્ડ પણ વિપક્ષ વિહીન બન્યા છે.

ખેડૂત વિભાગની દશ બેઠકોની ચુંટણી અધિકારી વિશાલ કપુરીયાની અધ્યક્ષતામાં યોજાયેલ મત ગણતરીમાં ભાજપની પેનલને ૫૧૮૩ મત મળ્યાં હતા. જયારે કોંગ્રેસની પેનલને ૧૯૯ મત મળ્યાં હોય કોંગ્રેસનો કરૂણ રકાસ થવાં પામ્યો હતો. યાર્ડની ચુંટણી માં એક મતદારને દશ મત આપવાનો અધિકાર હોય છે. કુલ ૬૧૬ મતદારો પૈકી ૫૮૨ મતદારો એ મતદાન કર્યુ હતું.

૨૪ મત રદ થયાં હતાં અને બે મત નોટામાં ગયાં હતાં, કોંગ્રેસનાં એક ઉમેદવારને માત્ર ૧૪ મત મળ્યા હોય તેની ડીપોઝીટ ડુલ થવાં પામી હતી.

પરીણામ ને લઇને સવાર થી જ ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડયા હતા. પુર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહીત આગેવાનો હાજર રહ્યા હતાં. પરીણામ બાદ વિજયઉત્સવ મનાવાયોહતો.

માર્કેટ યાર્ડમાં તમામ બેઠકો જીતી લઇ ભાજપે ફરી સતા હાંસલ કરી છે. કોંગ્રેસનાં કારમા રકાસ પાછળ જયરાજસિહ જાડેજા નુ નેતૃત્વ, યાર્ડનાં ઉતરોતર વિકાસ માટે ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિહ જાડેજા ની જહેમત ઉપરાંત યુવા ત્રિપુટી પ્રફુલભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા તથાં અશોકભાઈ પિપળીયાની કુનેહભરી રાજનીતિ તથાં સંકલન કારણભૂત બન્યાં છે.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીનો પ્રારંભ થયો હતો. હાલ મતગણતરી પુરી થતા જેમાં ૫૮૬ માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને ૫૪૦ જેટલા મત મળ્યા હતા. જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને ૧૮ મત મળ્યા હતા. જયારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો છે તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થયા છે મોટી સંખ્યામાં ભાજપ ના સમર્થકો જોડાયા હતા ભાજપ માં વિજય નો જસન અનેક સમર્થકો ઉમટી હતા.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ૫ યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જયારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે.

ગોંડલ ભાજપનો ગઢ છે. તેમાંય મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા – ૫૩૩, અલ્પેશભાઈ ઢોલરીયા – ૫૧૮, જગદીશભાઈ સાટોડિયા – ૫૨૧, કુરજીભાઈ ભાલાળા – ૫૪૨, કચરાભાઈ વૈષ્ણવ – ૫૨૬, ધીરજલાલ સોરઠીયા – ૪૯૭, વલ્લભભાઈ ડોબરીયા – ૫૩૩, ધર્મેન્દ્રસિંહ જાડેજા – ૫૨૮, નાગજીભાઈ પાંચાણી – ૫૩૩, મનીષભાઈ ગોળ – ૪૫૨ વિજય થયો છે.

સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા બિનહરીફ થઇ હતી.

error: Content is protected !!