Gondal -Rajkot ગોંડલમાં રાજકોટની મહિલા ઉપર સામુહીક દુષ્કર્મની ઘટનામાં પોલીસે છ શખ્સો ને ઝડપી લીધા.
ગોંડલ શહેરના ભગવતપરા હરભોલે સોસાયટી પ્રમુખસ્વામી પાર્ક ના ખુલ્લા પ્લોટમાં રાજકોટની મહિલા ઉપર છ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી
રાજકોટની હોસ્પિટલમાં સારવાર માં આવેલ મહિલાએ ગોંડલ ના છ શખ્સો વિરુદ્ધ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ની સાથે જ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા, સિટી પી.આઈ સંગાડા, પીઆઇ ગોહિલ તેમજ પી.એસ.આઇ બી.એલ.ઝાલા સહિતનાઓએ તપાસના ચક્રોગતિમાન કરી ગણતરીની કલાકમાં નિખિલ ચંદુલાલ દાફડા, પ્રવીણ સોમાભાઈ પરમાર, રાહુલ મનસુખભાઈ રાદડિયા, અજય ઉર્ફે ગની વિનોદભાઈ દેરવાડિયા, મહેશ ભીખાભાઈ માનસુરીયા તેમજ કલ્પેશ નરસિભાઈ પરમારને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.