રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો:હેઠવાસના ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા સુચના.
રાજકોટ જિલ્લાના મોટા ભાગના ડેમ ઓવરફલો થયા છે. તથા ઉપરવાસનાં ગામોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. આથી જિલ્લાના આજી-૧, વેરી, ડોન્ડી,વેણુ-૨, કબીર સરોવર, મોજ, આજી-૨, ભાદર, કર્ણુકી, ફોફળ-૧, છાપરવાડી-૨, ન્યારી-૧, લાલપરી, ન્યારી-૨, મોતીસર, ભાદર-૨, ખોડાપીપર, સુરવો, સોડવદર, ગોંડલી, વાછપુરી, ઈશ્વરીયા અને આજી-૩ ડેમોના દરવાજા ગમે ત્યારે ખોલાવાની શક્યતા હોવાથી, ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસના ગામોમાં રહેતા નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા અધિક્ષક ઇજનેરશ્રી, જિલ્લા ફ્લડ વર્તુળ સેલ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.