Virpur-Rajkot વીરપુર ખાતે સંત શિરોમણિશ્રી જલારામબાપાના:દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.
વીરપુર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરતા અગ્રણીશ્રીઓ.
વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી આજે દર્શન કરવા માટે પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભોજલરામ બાપાના શિષ્ય શ્રી જલારામ બાપાની જગ્યાના દર્શન કરી આજે હું કૃતાર્થતા અનુભવું છું. ભક્તિ અને લોકકલ્યાણ માટે જલારામ બાપાએ આજીવન ભેખ લઇ પોતાની જીવનયાત્રા પ્રભુભક્તિ અર્થે સમર્પિત કરી હતી. એમણે પ્રગટાવેલી સેવાની જ્યોત આજે પણ આપણા સૌના હ્રદય માં શ્રઘ્ધારૂપે પ્રજવલિત છે આ પ્રસંગે મંત્રીશ્રી વાઘાણીનું ગ્રામજનો અને અગ્રણીશ્રીઓ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું
મંત્રીશ્રીની સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લા સહકારી ડેરી ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલીયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરિયા, ભરતભાઈ બોધરા, તાલુકા ભા.જ.પ પ્રમુખશ્રી વેલજીભાઈ સરવૈયા, અગ્રણીશ્રી નરસીભાઇ સોજીત્રા, શ્રી અશોક ઉંધાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા .