Atkot-Rajkot આટકોટ હોટલનાં ગ્રાઉન્ડ માંથી ગેરકાયદેસર ૨૭.૨૭ લાખનો જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

Loading

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  સંદિપસિંહ  તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંધણના વેચાણ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એસ.ગોસ્વામી સાહેબ તથા એસ.ઓ.જી પો.ઇન્સ  એસ.એમ.જાડેજા  તથા પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા નાઓ તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે આટકોટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે હકિકત મળેલ કે મનીષભાઇ અનંતરાય ઠાકર રહે આટકોટ વાળો આટકોટ નજીક ને.હા. રોડ પાસે આવેલ ગ્રીન હોટલ ના ગ્રાઉન્ડ માં ગે.કા. રીતે લોખંડ ના મોટા સ્ટોરેજ ટાંકાઓ બનાવી અને ગ્રાઉન્ડ માં આવેલ ઓરડીઓ માં ગે.કા. ફ્યુલ પંપ ઉભો કરી અને બહાર થી પેટ્રોલીયમ જવલનશીલ પદાર્થ નો જથ્થો મંગાવી ભેળસેળ યુક્ત ઇંધણ વાહનો ની ફ્યુલ ટેંક માં તથા બેરલો માં ભરી આપી વેચાણ કરેછે અને તાજેતરમાં તેની પ્રવૃતિ ચાલુ છે.

તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતાઆરોપી પાસેથી ગે.કા. રીતે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો આશરે લીટર ૪૧૨૦૦ જેની કિ.રૂ.૨૪,૭૨,૦૦૦/- તથા લોખંડના સ્ટોરેજના બે ટાકા,ફ્યુલ પંપ,સહિત કુલ રૂ.૨૭,૨૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આટકોટ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીમાં મનીષભાઇ અનંતરાય ઠાકર જાતે બ્રામ્હણ ઉ.વ.-૪૬ ધંધો-વેપાર રહે આટકોટ ગાયત્રીનગર જી.રાજકોટકબ્જે કરેલ મુદા્માલમાં(૧) જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો આશરે લીટર-૪૧,૨૦૦ જેની કિ.રૂ.૨૪,૭૨,૦૦૦/-(૨) લોખંડના સ્ટોરેજ ટાંકા નંગ-૨ જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(૩) ઇલેકટ્રીક ફ્યુલ પંપ નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦,૦૦૦/-(૪) હાઇડ્રો મીટર નંગ-૧ કિ.રૂ.૦૦/-(૫) પ્લાસ્ટીક તથા લોખંડના બેરલ નંગ-૬ જેની કિ.રૂ.૦૦/-(૬) મોબાઇલ નંગ-૦૧ જેની કિ.રૂ.૫,૦૦૦/-કુલ કિ.રૂ. ૨૭,૨૭,૦૦૦/-કામગીરી કરનાર અધિકારી-કર્મચારીનાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એસ. ગોસ્વામી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા તથા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમીતભાઇ કનેરીયાતથાપો.કોન્સ. રણજીતભાઇ ધાધલ તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામીતથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા તથા રણુભા પરમાર સહિતના ઓએ સફળ કામગીરી કરી હતી. 

error: Content is protected !!