વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દબોચી લેતી ધોરાજી પોલીસ.

વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ધોરાજી પોલીસે દબોચી લઇ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ બોદર તથા પો.કોન્સ બાપાલાલ ચુડાસમાને ખાનગીરાહે ચોક્કસ હકીકત મળેલ હોય કે જામકંડરોણા તરફથી એક ઇસમ ચોરીના મોટર સાયકલ નંબર જીજે-3-એએ-3258 નું લઉને આવે છે અને મજકુર ઇસમ દામનગર પોસ્ટેના ફસ્ટ ગુરન 21/2021 આઇ.પી.સી. કલમ 401.120 (બી) 34 ના ગુનામાં નાસતો ફરતો છે. જેથી જામકંડોરણા ચોકડી પાસે વોચમાં રહી જામકંડોરણા તરફથી આવતા આ ધીરૂ ઉર્ફે વજુ મચ્છુભાઇ ઉર્ફે બચુભાઇ ચારોલેયા દેવીપૂજક (ઉ.વ. 60 રહે. હાલ જેતપુર દેરડીધાર શીતળા માતાજીના મંદિર સામે) ને ચોરાઉ બાઇક સાથે પોલીસે પકડી પાડેલ છે. તેમજ આ બાબતે દામનગર પોલીસને જાણ કરવામાં આવી છે

રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!