ગોંડલના ગોમટા ગામની સીમમાં દારૂના કટિંગ વખતે એલ.સી.બી ત્રાટકી: ૨૯૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટના ૨ શખ્સો સહીત ૩ ની ધરપકડ.
રૂા.૧.૬૦ લાખનો મુદામાલ કબજે : રાજકોટ,અમરેલી અને જુનાગઢના ત્રણ શખ્સો ફરાર: ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલની ટીમનો દરોડો
ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી દારૂના કટિંગ વખતે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી ૨૯૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટના ૨ શખ્સો સહીત ૩ ની ધરપકડ કરી છે.આ દરોડામાં રાજકોટ,અમરેલી અને જુનાગઢના ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના રૂ.૧.૬૦ લાખનો મુદમાલ કબજે કર્યો છે.
રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહ તથા જીલ્લાના પોલીસ વડા બલરામ મીણાની સુચના આધારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઈ અજયસિંહ આર. ગોહીલ અને એ.એચ.ટી.યુ. શાખા રાજકોટ ગ્રામ્યના પીએસઆઈ ટી.એસ. રીઝવી સ્ટાફ સાથે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આઘારે દરોડો પાડી રાજકોટ જંગલેશ્વરના બીલાલચોકમાં રહેતા શૈલેષભાઈ મુળજીભાઈ સાગઠીયા, કાલાવડ કુંભનાથપરા વિસ્તારમાં રહેતા રમીજભાઈ મુસાભાઈ મલેક, બુધનગર શેરી નં. ૩૭ રાજકોટમાં રહેતા હારૂનભાઈ સતારભાઈ મીરની ધરપકડ કરી હતી. જંગલેસ્વરના તોસીફ ઉર્ફ બાધો અસીમભાઈ ઉમરેટીયા, મેદપરા જી. જુનાગઢનો અલ્તાફભાઈ ઠેબા, વડીયા જી. અમરેલીનો અજયભાઈ રાજપુત ભાગી ગયો હતો.
મુદામાલ કિ.રૂ. ૧,૬૦,૯૦૦ કબજે કર્યો હતોરાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ. આર. ગોહીલ તથા એ.એચ.ટી.યુ. શાખાના પીએસઆઈ ટી.એસ. રીઝવી, તથા એલ.સી.બી.ના પીએસઆઈ એસ. જે. રાણા તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, પો.કોન્સ. દીવ્યેશભાઇ સુવા, તથા એ.એચ.ટી.યુ. શાખાના પો.કોન્સ. મયુરભાઈ વિરડાએ કામગીરી કરી હતી.