Gondal-Rajkot ગોંડલના પંચનાથ ડેમમાંથી યુવાનની લાશ મળી આવી.
મરનારની ઓળખ મેળવવા પોલીસ તપાસ
ગોંડલના પંચનાથ ડેમમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તેની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે શહેરનાં પંચનાથ મહાદેવ મંદિર પાછળ નદીમાં આવેલા ચેકડેમમાં ગઇકાલે બપોરનાં સુમારે અજાણ્યા યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં દોડી ગયેલા ફાયર સ્ટાફે ચેકડેમનાં પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. આશરે ૩૫ વર્ષની વય ધરાવતાં અજાણ્યા યુવાનની ઓળખ માટે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.