Gondal-Rajkot ગોંડલમાં ગોંડલી નદીના પટ્ટમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઇ.

“૧૧૨૦૦ની રોકડ કબ્જે કરતી પોલીસ”


ગોંડલની ગુનાહિત પ્રવૃતિઓનું એપી સેન્ટર બનેલા ગોંડલી નદીના પટમાં સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતી ચાર મહિલાઓને રોકડા રૂ. ૧૧૨૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સીટી પોલીસ ના રાજેન્દ્રસિંહ દશરથસિંહ ઝાલા, જીતેન્દ્રભાઇ નાનજીભાઇ, વિશાલભાઇ ગઢાદરા, કાર્દિકભાઇ, મહીલા પો. કોન્સ નયનકુંવરબા સુખદેવસિંહ, સોનલબેન રમેશભાઇ ચાવડા એ પેટ્રોલીંગ દરમ્યાન બાલાશ્રમ સામે ખાડામા નદીના પટમાં દરોડો પાડતા મહીલા જાહેરમા ગજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી જુગાર રમતા જોવામાં આવતા રતનબેન સુરેશભાઇ રાઠોડ જાતે-દે.પુ ઉ.વ.30 રહે,ગોંડલ સરકારી હોસ્પીટલ સામે ખાડામા, ચંદ્રાબેન રાજુભાઇ સોલકી જાતે-દે.પુ ઉ.વ.25 રહે.ગોંડલ બાલાશ્રમ સામે ખાડામા, શારદાબેન ઘીરૂભાઇ સોલકી જાતે-દે.પુ ઉ.વ.પ0 રહે.ગોડલ બાલાશ્રમ સામે ખાડામા તેમજ સીતાબેન શિવભાઇ સોંલકી જાતે-દે. પુ ઉ.વ.25 રહે. ગોંડલ બાલાશ્રમ સામે ને કુલ રોકડ રકમ ૧૧૨૦૦/- સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!