Gondal-Rajkot ગોંડલમાં ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢતી પોલીસ.
ગોંડલમાં હેતલબેન બીપીનભાઈ મકવાણા (રહે.ઉટવડા તા.બાબરા) નાની – મોટી બજાર માં ખરીદી કરવા માટે આવેલ હતા તે દરમ્યાન તેમની સાથે રહેલ તેમનો 7 વર્ષ નો દીકરો આર્યન બીપીનભાઈ મકવાણા ગુમ થતા ગોંડલ સિટી પોલીસ ને જાણ કરતા સિટી પી.આઈ. એમ.આર.સંગાડા દ્વારા ઇંઈ યુવરાજસિંહ જાડેજા,કુલદીપસિંહ રાઠોડ,જ્યંતીભાઈ સોલંકી,યુવરાજસિંહ ગોહિલ,દિવ્યરાજસિંહ જાડેજા,વિશાલભાઈ સોલંકી તેમજ મહેન્દ્રભાઈ ખીમશુરિયા દ્વારા તાત્કાલિક ગુમ થયેલ બાળક ને શોધી કાઢી ગણતરી ની કલાકોમાં માતા ને પરત શોપેલ હતો.