Jetpur-Rajkot જેતપુ૨ માર્કેટ યાર્ડમાં નવા કપાસના રૂા.૭,૭૭૭ / ભાવ મળતા ખેડૂતોમાં ખુશખુશાલ.
જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્ર ની મધ્યમાં આવેલ ત્રીજા નંબરનું ખેડુતો માટે સુવીધા યુકત સૌથી મોટ યાર્ડ હમેશા દરેક જણસીઓમાં ઉચ્ચતમ ભાવોમાં મોખરે રહે છે નવા સીઝનમાં જેતપુર વિસ્તાર માં આગોતરા કપાસના વાવેતર થયેલ હોય ખુબ સારી કવોલીટીમાં કપાસનું ઉત્પાદન ચાલુ થઈ ગયેલ છે . ચાલુ વર્ષે વરસાદની ઘટ હોવા છતા હજારો ખેડતો વૈજ્ઞાનીક ઢબે ખેતી કરતા હોય પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરી ડ્રીપ ઈરીગેશન દવારા સારૂ ઉત્પાદન મેળવે છે . તાજેતર માં જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિનેશભાઈ ભુવા , વા.ચેરમેન હરેશભાઈ ગઢીયા , સેક્રેટરીશ્રી ભીમજીભાઈ સરવૈયા , વેપારી એસો.પ્રમુખશ્રી નલીનભાઈ ભુવા , વેપારી શરાફી મં.લી. પ્રમુખ ચંદુભાઈ પાઘડાળે પરંપરાગત રીતે દર વર્ષની જેમ નવા કપાસની હરરાજીના આજરોજ શ્રી ગણેશ કરાવી ધોરાજી ગામના ખેડુત ધનજીભાઈ પ્રેમજીભાઈ બાલધાના પ્રતિ મણ કપાસના રૂ .૭,૭૭૭ / -ના વિક્રમી ભાવોની વણઝાર સાથે કપાસના દરેક વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લઈ યાર્ડના રાધેશ્યામ એન્ટરપ્રાઈઝએ ઉચ્ચતમ ભાવોએ ખરીદ કરેલ તેમજ કપાસ ખરીદનાર અન્ય વેપારીઓએ પણ પ્રતી મણ રૂ .1600 થી 2500 ના એવરેજ ભાવે ખરીદી કરેલ પ્રથમ દિવસે નવા કપાસની 45 થી 50 મણની સહીત કુલ 700 થી 1000 મણ કપાસની આવક થયેલ હતી . આમ સૌરાષ્ટ્રમાં સૌથી ઉચા ભાવે કપાસનું મહંત થી વેચાણ થયેલ છે . વધુમાં ચેરમેનશ્રી દિનેશભાઈ ભુવા તથા વા.ચેરમેનશ્રી હરેશભાઈએ જણાવેલ કે , ચાલુ વર્ષે કપાસની ગુણવતા તેમજ ડીમાન્ડ ખુબજ સારી હોય એકંદરે ભાવો ખુબજ સારા રહશે તેવી આશા સાથે ખેડુતોને કપાસની કવોલીટી પ્રમાણે ગ્રેડીંગ કરી કપાસ જેતપુર માર્કેટીંગ યાર્ડમાં લઈ આવવા અનુરોધ કરી શુભેચ્છા પાઠવેલ.