Jetpur-Rajkot જેતપુર થી દેરડી જવાનો માર્ગ પર વરસાદના થોડાક છાટા પડતાં જ બિસ્માર હાલતમાં થઇ ગયો.
જેતપુર થી દેરડી જવાનો માર્ગ પર વરસાદના થોડાક છાટા પડતાં જ બિસ્માર હાલત થયો ગયો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવાર લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે.
જેતપુરના સાણનના પુલ થી દેરડી સુધી નો રોડ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે. વરસાદ પઙે અને રોડ પર ગાબડાં પડી જાય છે. આ રોડ પર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો ભારે હેરાન-પરેશાન બની ગયા છે. આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર થી દેરડી જવા માટેનો રસ્તો જે ડામર રોડ છે જેમાં નાના નાના ખાડાઓ પડી ગયેલ છે. આ ખાડાઓના કારણે વાહન ચાલકોની હાલત ખરાબ બની છે. આ અંગે તાત્કાલીક સાણનના પુલ થી દેરડી સુધીનો નવો ડામર રોડ બનાવવા કે રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.