Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં શાંતી સમીતી મીટીંગ યોજાઈ.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વર્ષે સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ મોહરમ તહેવાર યોજાશે ધોરાજીમાં મહોરમ તાજીયાના ઝુલુસ નહીં નીકળે. આ અંગે પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુસ્લિમ આગેવાનોએ ડીવાયએસપી મહર્ષી રાવલ પીઆઈ હુકુમત સિંહ જાડેજા સાથે માહોલ અંગે ચર્ચા વિચારણા કરી હતી ધોરાજી પોલીસ સ્ટેશન મીટીંગ યોજાઈ મહત્વનું છે કે તાજીયા કમિટી નિયાઝ કમેટી ના આગેવાનો સાથે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે બેઠક મળી હતી.
જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ જ તાજીયાની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. તાજિયા કમિટીએ નક્કી કર્યું હતું કે, પોતાના માતમ પર તાજીયા મૂકીને જ તેની ઉજવણી કરાશે કોરોનાના નિયમોના પાલન સાથે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે
અહેવાલ:- સકલૈન ગરાણા -ધોરાજી