જેતપુર ખાતે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ:પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ કાલરીયાની ઉપસ્થિતીમાં યોજાયો.

Loading

  મશાલ રેલી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

૭૫મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા એ રાજકોટના જેતપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 

આ પ્રસંગે  અગ્રણી શ્રી કિશોર શાહએ મહામૂલી આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી એમની ભાવવંદના અર્પણ કરી ને  દેશની આઝાદીના ઈતિહાસ નું વર્ણન કર્યું હતું.

આ પ્રસંગે મોંઘીબા ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ સ્કૂલ જેતપુરની  બાળાઓ એ દેશ ભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ હતા  તેમજ  સાવલિયા પ્રિયાંશી ના ગ્રુપ તેમજ પ્રતીક વાધેલા,  જોશી પ્રિયંકા એ દેશ ભક્તિ ગીત રજૂ કરેલ હતા.

કાર્યક્રમ બાદ જૂનાગઢ રાજ્ય કક્ષા ની ઉજવણી કરવામાં આવી રહી છે તેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત  નગરજનોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે મામલતદાર શ્રી ડી એ ગીનિયાં એ સર્વેનું શાબ્દીક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે અગ્રણી શ્રી રમેશ જોગી  શ્રી કિશોર શાહ  શ્રી બાબુ ખાચરીયા   શ્રી ડી કે બલદાણીયા  શ્રી રમાબેન મકવાણા, પી.જી.વી.સી.એલ નાયબ ઇજનેર શ્રી કેતન પાઘડાર, નગરપાલિકાના શ્રી દીપકભાઈ પટોળીયા માર્ગ મકાન વિભાગના અધિકારી શ્રી પીપળીયા  તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સહિત  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી  નવનીત રાજગોર  દ્વારા થયું હતું જયારે સર્કલ ઓફિસર શ્રી નિખિલ મહેતા અને શ્રી ખાનપરા એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી નીકળેલ મશાલ રેલી માટે ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ, યુવા ભાજપ, જે.સી.આઈ, જેતપુર લિયો કલબ તેમજ અન્ય સસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન પૂર્વ મંત્રી શ્રી જશુબેન કોરાટ દ્વારા કરાયેલ હતું.

error: Content is protected !!