Dhoraji-Rajkot ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ગેરકાયદેસર રીતે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મીકસીંગ કરેલનો ઇંધણનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંધણના વેચાણ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એસ.ગોસ્વામી તથા એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા નાઓ તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતો દરમ્યાન અમોને ખાનગી રાહે હકિકત મળેલ કે કુલદિપભાઇ લક્ષ્મણભાઇ હેરભા રહે.સુપેડી તથા ભુપેન્દ્રભાઇ નંદલાલભાઇ ઉંધાડ રહે.ઉ૫લેટાવાળો બંન્ને મળી ભાગીદારીમાં સુપેડી પાસે આવેલ આદિનાથ ઇન્ડસ્ટ્રીઝના સેઇડમાં ગેરકાયદેસર રીતે કોઇ લાયસન્સ મેળવ્યા વગર જુદા જુદા પ્રકારના જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મીકસીંગ કરી ઇંધણનો જથ્થો રાખી પોતાના આર્થીક ફાયદા સારૂ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મીકસીંગ કરેલ ઇંધણનુ અનાધિક્રુત રીતે વેચાણ કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા આરોપીઓ પાસેથી ગે.કા. રીતે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મીકસીગ કરેલ ઇંધણનો જથ્થો આશરે લીટર ૭૫૦૦૦ જેની કિ.રૂ.૪૫,૦૦,૦૦૦/-તથા નાના મોટા સ્ટોરેજ ટેન્કો તથા ટેન્કર સહિત તેમજ અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ રૂ.૬૩,૫૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરાજી પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીમાં(૧) કુલદિપભાઇ લક્ષ્મણભાઇ હેરભા જાતે આહીર ઉ.વ.૨૬ ધંધો.વેપાર રહે.સુપેડી ગામ તા.ધોરાજી જી.રાજકોટ (૨) ભુપેન્દ્રભાઇ નંદલાલભાઇ ઉંધાડ જાતે પટેલ ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે.ઉપલેટા લોઢીયા વાડી સામે તા.ઉપલેટા જી.રાજકોટકબ્જે કરેલ મુદા્માલઃ-(૧) જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો આશરે લીટર ૭૫૦૦૦ જેની કિ.રૂ.૪૫,૦૦,૦૦૦/-(૨) લોખંડના નાના મોટા સ્ટોરેજ ટાંકા નંગ-૧૦ જેની કિ.રૂ.૧૦,૮૦,૦૦૦/-(૩) ઇલેકટ્રીક મોટર નંગ-૦૧ જેની કિ.રૂ.૫,૦૦૦/-(૪) બંધ પડેલ ઇલેક્ટ્રીક ફ્યુલ પંપ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- (૫) અશોક લેલન્ડ કંપનીનું ટેન્કર જીજે-૦૩-W-૭૯૪૮ જેની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- (૬) મોબાઇલ નંગ-૦૨ જેની કિ.રૂ.૪૫,૦૦૦/-(૭) હાઇ ફોર્સ કંપનીનું ડી.વી.આર. જેની કિ.રૂ.૫૦૦/-(૮) ૨૦૦ લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટીકના બેરલ નંગ-૦૭ જેની કિ.રૂ.૦૦/૦૦કુલ કિ.રૂ. ૬૩,૫૦,૫૦૦/-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રી પી.એસ. ગોસ્વામી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા તથા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમીતભાઇ કનેરીયા તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલ તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા સહિત નાં ઓએ આ સફળતા પૂર્વક રેડ કરવામાં આવી હતી.