Dhoraji-Rajkot ધોરાજીના પ્રૌઢે ભાદર નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત.

Loading

ધોરાજીના પ્રોઢે માનસિક બીમારીથી કંટાળી ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ બગીચા પાસે રહેતા ઇશ્ર્વરભાઇ રામજીભાઇ ગોંડલીયા (ઉ.વ.પપ)ને માનસીક બીમારી હોય સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના પુત્રને ગેલેકસી ચોક ખાતે મુકી બાદમાં ઘેર નહીં પહોંચતા તેમના પરિવારે શોધખોળ કરતા અંતે તેમનું બાઇક ભાદર નદીના પુલ પર જોવા મળતા આ બાબતે ત્યાં તપાસ કરવામાં આવી હતી.

દરમ્યાન કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પસાર થતા તેઓએ આ અંગેની જાત માહિતી મેળવી અધિકારીઓને આ અંગે જાણ કરતા મામલતદાર દ્વારા ગોંડલથી તરવૈયા બોલાવેલ હતા અને સાંજે જહેમત બાદ મરણ જનારની ડેડબોડી પાણીમાં કાદવમાં ખુચી ગયેલ જે બહાર કાઢી પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

આ કાર્યવાહીમાં મામલતદાર જોલપરા, નગરપાલિકા ફાયર સ્ટાફ, માનવ સેવાના કાર્યકર્તાઓ અને પોલીસે જહેમત ઉઠાવી હતી. આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઇ બારોટ તપાસ ચલાવી રહેલ છે

અહેવાલ: – સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!