Dhoraji-Rajkot ધોરાજી માં ઇંગ્લિશ દારૂ પકડી પડતાં મહિલા પી એસ આઈ નયનાબેન કદાવાલા.

Loading

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર નાઓ એ પ્રોહી જુગારની પ્રવૂતી નેસ્‍તનાબુદ કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્સ. એચ.એ. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોસ્‍ટેના વિસ્તારમા મહિલા પી એસ આઈ નયના બેન કદા વાલા સ્ટાફ સહિત પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ.અજીમભાઈ શમા ને ખાનગી રાહે હકિકત મળેલ કે ધોરાજી જુનાગઢ રોડ તરફથી એક સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી રજી નં. GJ 01 KP 6153 માં ઇંગ્લીશ દારૂ ભરીને આવે છે જેથી સદરહુ જગ્યા એ પહોંચી ઉપર જણાવ્યા મુજબી સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી આવતા ગાડીના ચાલકને નીચે ઉતારી ચેક કરતા ગાડીના પાછળની સીટમાં તથા ડેકીમાં ઇંગ્લીશ દારૂ ની મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વિસ્કી ઓરીજનલ સ્કી ૭૫% પૃફ 42.8% વી.વી.તથા ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ બોટલ કંપની શીલ પેક બોટલ નંગ ૪૩ તથા નં.(૨) મૂનવોક પ્રિમિયમ ડ્રાય જીન ફોર ૭૫% પૃફ 42.8% વી.વી. તથા સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ બોટલ કંપની શીલ પેક બોટલ નંગ ૪૪ એમ કુલ બોટલ નંગ ૮૭ કુલ કી.રૂ.૨૬,૧૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ રૂ.૫૦૦૦/- તથા પકડાયેલ આરોપીની હવાલાવાળી સફેદ કલરની સ્વિફ્ટ કાર રજી નં.GJ 01 KP 6153 કી.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ રૂ.૧,૩૧,૧૦૦/- નો મુદામાલ મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કેશ માં ચીરાગ કિશોરભાઈ ચાવડા જાતે.આહીર ઉ.વ.૩૨ ધંધો.પ્રા.નોકરી રહે.ધોરાજી જમનાવડ રોડ મહેંદીવાડી
ને પોલીસ એ પકડી પાડયો છે અને ભુરાભાઈ નગાભાઈ મુછાર રહે. ધોરાજી જમનાવડ રોડ વાળો (અટક કરવા પર બાકી છે
આ કામગીરી માં પોલીસ ઇન્સ. શ્રી એચ.એ. જાડેજા પો.સબ.ઇન્સ. એન.આર. કદાવલાયોગેશભાઈ બાલસરા પો.કોન્‍સ
સંજયભાઈ ભીખાભાઈ પો.કોન્‍સ અજીમભાઈ શમા પો.કોન્‍સ.ધોરાજી ભાવદીપસિંહ ગોહીલ પો.કોન્‍સ સહિત ના સ્ટાફ આં કામગીરી માં રોકાયેલ હતો
અહેવાલ:- કૌશલ સોલંકી

error: Content is protected !!