સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથીએ ૧૫ જગ્યાએ સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ.
![]()
જયેશભાઇ રાદડીયાની રકતતુલા કરાશેઃ જામકંડોરણા, જેતપુર, રાજકોટ, ટંકારા, ઉપલેટા, જસદણ, જુનાગઢ, ધોરાજી, ગોંડલ સહીતના શહેરોમાં ગુરૂવારે આયોજન
અરડોઇ ખાતે પટેલ ગ્રુપ અરડોઇ, ગુંદાસરા, રાજગઢ, સોળીયા દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ અરડોઇ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ટંકારા ખાતે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ કલાકથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.રાજકોટ ખાતે રાજકોટ શહેર, રાજકોટ તાલુકા અને લોધિકા તાલુકા સહકારી પરિવાર દ્વારા તા. ર૯ ને ગુરૂવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, વાણીયા વાડી (પટેલવાડી) ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ ખાતે જામકંડોરણા તાલુકા પરિવાર દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી સાંજે ૩ વાગ્યા સુધી આલ્ફાવન, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.કાલાવડ ખાતે શ્રી સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સમાજ કાલાવડ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.પડધરી ખાતે તાલુકા સહકારી પરિવાર દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી કન્યા છાત્રાલય ખામટા તા. પડધરી ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.વડોદરા ખાતે તા. ર૯ ને ગુરૂવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી સ્કાય ગાર્ડન પાર્ટી પ્લોટ, રામા સ્કાયની સામે, સમા સાવલી રોડ વડોદરા ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.બાયડ ખાતે જયઅંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ, મુ. બાયડ તા. બાયડ, જયઅંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ મુ. બાયડ તા. બાયડ, જી. અરવલ્લી દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે દિવ્યાંગજનો માટે સ્વરૂચિ તિથી ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ જીલ્લા બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયાની અનેક સ્થાનો પર રકતતુલા કરવામાં આવશે.આ કેમ્પને સફળ બનાવવા માટે આ તમામ સંસ્થાના અગ્રણીઓ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.












