Gondal-Rajkot ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારની લુણીવાવ ગામની સીમમા વાડધરી રોડ પર છાપરવાડી ડેમ વિસ્તારમા સરકારી ખરાબામા ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇ/ચા પોલીસ અઘિક્ષક સાગર બાગમાર એ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારના કવોલેટી કેશો કરવા સુચના કરેલ હોય તે મુજબ આજરોજ પો.ઈન્સ.એ.આર.ગોહીલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા
જે દરમ્યાન પો.ઇન્સ.એ.આર.ગોહિલ તથા સ્ટાફના માણસોને મળેલ સંયુકત ખાનગી હકિકત આધારે રીતે ગોંડલ સીટી પો.સ્ટે વીસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે જે દરમ્યાન મળેલ હકિકત ના આધારે ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારની લુણીવાવ ગામની સીમમા વાડધરી રોડ પર છાપરવાડી ડેમ વિસ્તારમા સરકારી ખરાબામા રેઇડ કરતા ઇગ્લીશ દારૂના જથ્થા સાથે ૧ ઇસમને પકડી પાડી પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે.હસ્તગત કરેલ આરોપીમાં આમદભાઇ બોદુભાઇ ખીરાણી જાતે.મતવા ઉ.વ.૪૦ રહે.ગોંડલ વિક્રમસિંહજી રોડ ગોકુલ ફરસાણ સામે પકડાયેલ દારૂનો જથ્થા માં(૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ કંપની શીલપેક બોટલ નંગ- ૪૦૮ કિ.રૂ.૨,૧૨,૧૬૦/- (૨) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૧૧૬૪ કિ.રૂ ૪,૩૬,૫૦૦/-(૩) મુનવોક ઓરેન્જ વોડકા ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- (૪) કિંગ ફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ટીન નંગ-૧૧૫૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૯૭,૬૬૦/- કામગીરી કરનાર રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.આર.ગોહીલ,તથાએ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો.હેઙ.કોન્સ. રવિદેવભાઇ બારડ મહીપાલસિંહ જાડેજા તથા અનિલભાઇ ગુજરાતી તથા બાલકૃષ્ણ અનંતરાય ત્રીવેદી, તથા પો.કોન્સ. પ્રકાશભાઇ નારણભાઇ પરમાર તથા નૈમિશભાઇ જગદીશભાઇ મહેતા તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા ડ્રા.પો.કોન્સ. સાહીલભાઇ ખોખર સહિતના આ રેડ જોડાયા હતા.