Gonndal-Rajkot ગોંડલ બાયોડીઝલના ત્રણ દરોડામાં રૂ. ૫.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો.
બાયોડીઝલના વેપલા ઉપર રાજય સરકારના આદેશ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે ગતરોજ સિટી પોલીસ દ્વારા ઔદ્યોગિક વસાહત જામવાળી જીઆઇડીસી પાસે આવેલ ભરતભાઈ ભુદરભાઈ બકરાણીયા દ્વારા કનૈયા ટ્રેડિંગ નામના બંધ ગોડાઉનમાં ગેરકાયદેસર પમ્પ ઉભો કરી લોખંડના મોટા સ્ટોરેજ ટાંકા દ્વારા બાયોડિઝલ નો વેપાર કરવામાં આવતો હોય આશરે ૧૨૦૦ લીટર બાયો ડીઝલ કિંમત રૂપિયા ૭૨,૦૦૦ સહિત રૂપિયા ૯૮૦૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો, જયારે બીજો દરોડો ભાવેશભાઈ પરસોત્ત્।મભાઈ હદવાણી ના ખોડીયાર ટ્રેડર્સ નામની ઓરડીમાં કરવામાં આવ્યો હતો ત્યાંથી પણ આશરે ૪૧૦૦ લીટર બાયો ડીઝલ કિંમત રૂપિયા ૨૪૬૦૦૦ તેમજ ઈલેકટ્રીક ફ્યુલ પંપ મળી આવતા કુલ રૂપિયા ૩૭૬૦૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો જયારે ત્રીજો દરોડો રેતી ચોકમાં હુસેનભાઇ સુલેમાનભાઈ સવાણીના અમુલ સિમેન્ટ નામના કારખાનાની ઓરડીમાં પાડવામાં આવતા ત્યાં બાયોડીઝલ ૨૫ લિટર કિંમત રૂપિયા ૧૫૦૦ મળી આવતાં કુલ રૂપિયા ૧૫૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો.