Gondal-Rajkot ગોંડલ માં સોસાયટી ના સાર્વજનિક પ્લોટમાં નાના મોટા સૌએ સાથે મળી વૃક્ષો નું કર્યું વાવેતર.ઉછેર ની જવાબદારી મહીલા ઓએ સ્વીકારી…
કોરોના મહામારી માં આપણને ઓક્સિજન નું સાચુ મહત્વ સમજાયું છે..
ગુજરાત ને હરિયાળું અને રળિયામણું બનાવવાની અમૂલ્ય જાગૃતિ દરેક સમજદાર નાગરીકને સમજાઈ ગઈ છે.
ભગવતભૂમિ ગોંડલ ને હરિયાળી ભૂમિ બનાવવામાં ગોંડલ ના નાના મોટા બાળકો, યુવાનો,વડીલો,બહેનો,સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી વૃક્ષો નું વાવેતર અને ઉછેર ની મહા ઝુંબેશ ઉપાડી છે. જેમાં ગોંડલ વન વિસ્તરણ વિભાગ નો ભરપૂર સહયોગ પ્રાપ્ત થઈ રહેલ છે.
ગોંડલ ના ખોડીયારનગર -2 ના સાર્વજનિક પ્લોટ માં ત્યાંના રહેવાસીઓ રાજુભાઇ રૈયાણી, હિતેશભાઈ મકવાણા, અનીલભાઈ,પ્રવીણભાઈ,મનસુખભાઈ,મુન્નાભાઈ,યશભાઈ,લક્ષમણભાઈની સાથે નાના બાળકો નવ્યા, ભવ્ય, તીર્થ,ધ્રુમિત, બંસી અને પ્રાર્થના એ સાથે મળી 50 જેટલા દેશી વૃક્ષો નું વાવેતર પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના માર્ગદર્શન અને સહયોગ થી કરવામાં આવ્યું.
સોસાઈટી ના વડીલો અને બાળકોનો ઉત્સાહ જોઈ સોસાયટી ની મહિલાઓએ સાર્વજનીક પ્લોટ માં વાવેતર કરવામાં આવેલ તમામ વૃક્ષો ના ઉછેર અને પાણી પીવરાવવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારીને ગોંડલ ને હરિયાળું બનાવવામાં સૌનો સાથ ગોંડલ નો વિકાસ કરવામાં સહકાર આપી ભાઇઓ બહેનો બાળકો સાથે મળી ગોંડલ ને હરિયાળું અને રળિયામણું બનાવશે..
સમગ્ર આયોજન ને સફળ બનાવવામાં ગોંડલ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને ગોંડલ વન વિભાગ નો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયેલ હતો…