Gondal-Rajkot ગોંડલમાં બાયોડીઝલ ના ગેરકાયદેસર વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ:એડવોકેટ યતીશભાઈ દેસાઈ ની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લેખિત રજૂઆત.
બાયોડીઝલ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે કોણે મંજૂરી આપી ક્યાંથી લાયસન્સ મળ્યાં ? છતાં આખે આખા ડીઝલ પંપ ગેરકાયદેસર કેવી રીતે લાગી ગયા ?
ગોંડલમાં બાયો ડીઝલ પંપ રાતોરાત કઈ રીતે ઊભા થઈ ગયા ?
ગોંડલ અને તાલુકા વિસ્તારમાં બાયોડીઝલ ગેરકાયદેસર વેચાણ કરનારા ઓ સામે પગલા લેવા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ગોંડલના એડવોકેટ યતીશ ભાઈ દેસાઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં બાયોડીઝલ ના નામે ભળતા પદાર્થોના નામે તથા બાયોડીઝલ વેચવા પ્રતિબંધ મુકવામાં આવેલ છે ત્યારે ગોંડલ અને તાલુકા માં જાહેરમાં પેટ્રોલ પંપની જેમ ગેરકાયદેસર એલ.ડી. ઓ નું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે.ગોંડલ શહેર અને તાલુકા વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર એલડીઓ નું સપ્લાય કરવાનું મોટામાં મોટું છે. તેમ છતાં છેલ્લા છ માસનો રેકોર્ડ તપાસો તો જાણવા મળશે કે ગોંડલમાં કેટલાક એલ.ડી.ઓ નું વેચાણ કરનારા ઓ ઉપર દરોડા પાડી તંત્ર એ પગલા લીધા છે.કે કેમ છતાં પણ રાજકીય માથાના ભાગીદારી ધરાવનારા ઓ સામે પગલાં લેવા માગણી કરવામાં આવી છે