Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના છાડવાવદર ના સમસ્ત દલિત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

છાડવાવદર સમસ્ત દલિત સમાજ દ્વારા અમારા ગામે સમાજનું ભવન બને તે માટે અમોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરતા ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ કરી અમોને આ ગામને સમસ્ત દલિતસમાજ નું સારા-ખરાબ પ્રસંગો ઉજવી શકાય તેવું આંબેડકર ભવન બનાવવા માટેની જમીન આપવા પંચાયત દ્વારા એલ.ઓ.સી અપાયેલી હતી આ જમીન સરકારશ્રીના ધારાધોરણ મુજબ રેગ્યુલરાઈઝ કરવા માટે અમોએ મામલતદાર શ્રી ધોરાજી અને અરજી કરેલ હતી અમારું પ્રકરણ મામલતદાર શ્રી ના તથા ગ્રામ પંચાયતની વચ્ચે ગુમ થઈ ગયેલી છે આ અમારું મૂળ પ્રકરણ કયા કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે તેની જવાબદારી નક્કી કરી તે કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવા અમારી માંગણી છે બીજી અમારી માંગ છે કે જે જગ્યાએ પંચાયત દ્વારા ઠરાવ કર્યા પછી ચૂંટણીનું મનદુખ રાખી ને પંચાયત દ્વારા માંગણી વાળો એન.ઓ.સી ઠરાવ રદ કરી ત્યાં અમારું બાંધકામ નિયમ વિરુદ્ધ દબાણ ગણીને પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાસ્તવમાં અમારા ગામમાં આશરે 200 જેટલા ખાતેદાર ખેડૂતો નું ગૌચરની તથા સરકારી સર્વે નંબરોની જમીનમાં દબાણ છે અને અસંખ્ય બિનદલિત આસામીઓ નુ ગામ માં પણ દબાણ છે આ લોકો સામે કાર્યવાહી કરવાને બદલે પંચાયત દ્વારા માત્રને માત્ર દલિત સમાજને ટાર્ગેટ કરી આપવાની જગ્યા ખુલ્લી કરવા દબાણ થઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક પંચાયત દ્વારા છાડવાવદર ગ્રામ પંચાયતની સરકારી સર્વે નંબરો બહુચર સર્વે નંબર તથા જુના નવા ગામ તળ ની માપણી કરાવી જેટલા આસામ યુ દબાણ તારો હોય તેટલા લોકો નું દબાણ દૂર કરી નામદાર સુપ્રીમ કોર્ટ જજમેન્ટ મુજબ તથા લેન્ડ એક્ટની જોગવાઈ મુજબ ગામના તમામ દબાણ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજરોજ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
અહેવાલ:- કૌશલ સોલંકી ધોરાજી

error: Content is protected !!