Gondal-Rajkot ગોંડલ સ્મશાન ના કોરોના વોરિયર્સ નું ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું.

કોરોના મહામારી સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અવસાન બાદ નિયત કરેલા અદ્યતન સ્મશાનમાંજ મૃતદેહોની અંતિમ વિધિ ની મંજૂરી આપવામાં આવેલ હતી.ગોંડલ માં શ્રી મુકતેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત સ્મશાન માં કોરોના મહામારી સમય દરમ્યાન અંદાજે 1000 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહને વિધિવત અગ્નિદાહ આપવાની મુશ્કેલ અને જટિલ કામગીરી પુરી જવાબદારી સાથે ફરજ બજાવનાર મુક્તેશ્વર ટ્રસ્ટ સ્મશાન ના 22 કર્મચારીઓ અને મુક્તેશ્વર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓનું અદકેરું સન્માન ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા કરવાનું ભવ્ય આયોજન શ્રી મુક્તેશ્વર ટ્રસ્ટ ના સ્મશાન માં આવેલ વિશાળ પ્રાર્થનાહોલ માં રાખવામાં આવેલ.


કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ રામજી મંદિરના મહંત પૂજ્ય જયરામદાસજી મહારાજ,મામાદેવ મંદિર ના મહંત પૂજ્ય ચંદુબાપુ,બીપીનભાઈ ભટ્ટ મસક્તવાળા, આર.ડી.મહેતા નિવૃત ચીફ એન્જી, શ્રી વરૂણકુમાર સાહેબ કમિશ્નનર ગાંધીનગર,ચીફ ઓફિસર પટેલસાહેબ,રાજુભાઇ ઘાના, કેતનભાઈ મહેતા,ગૌ સેવક રમેશભાઈ રૂપારેલીયા,વગેરે ના હસ્તે મુકતેશ્વર સ્મશાન ના કર્મચારીઓનું શીલ્ડ,એક જોડી કપડાં અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવેલ,તેમજ ગૌ પ્રેમી રમેશભાઈ રૂપરેલીયા તરફથી તમામ કર્મચારીઓને આયુર્વેદિક હળદર ચંદનયુક્ત સાબુ,અને આયુર્વેદિક નશ્ય તેલ આપ આપવામાં આવેલ.
તેમજ આજના કાર્યક્રમમાં શ્રી મુકતેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના સમય માં ઉત્તમ કામગીરી કરનાર ત્રણ કર્મચારીઓને 11-11 હજાર રૂપિયા રોકડ પુરષ્કાર ના ચેક આપી તેમની સેવાઓનું બહુમાન કરવામાં આવેલ.


ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દવારા આયોજિત ભવ્ય સન્માન કાર્યક્રમ ને સફળ બનાવવામાં દાતા શ્રી બીપીનભાઈ ભટ્ટ મસક્તવાળા, કપિલભાઈ ગજેરા,વિજયભાઈ ભાલાળા,અજયભાઈ ત્રિવેદી,મધુસુદનભાઈ તન્ના,તનસુખભાઈ પરમાર,અંબરીશભાઈ વિજયભાઈ ઉદેશી,દીપકભાઈ ભટ્ટ જ્ઞાનદીપ કલાસીસ,ગોંડલના યુવાનો,હર્ષદભાઈ પડીયા અમદાવાદ વગેરે નો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.


કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ ને સફળ બનાવવામાં હિતેશભાઈ દવે,રજનીશ રાજપરા,કિરણ દવે,યોગેશ દવે,નિખિલ પેથાણી, પ્રેમલ પંડ્યા,આકાશ રાઠોડ, ચિરાગ સિંધવ,ધ્યેય બગથરીયા એ જહેમત ઉઠાવી હતી..જ્યારે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગોંડલ ના લોકપ્રિય સંચાલક અને એનાઉન્સર મનીશભાઈ જોશી એ ખુબજ શાનદાર શૈલીમાં કરીને કાર્યક્રમ ને ભવ્ય બનાવ્યો હતો…
ઉપસ્થિત મુખ્ય અતિથિશ્રીઓએ ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના આ પ્રયાસ અને સન્માન કાર્ય ને ખુબજ જરૂરી અને ઉમદા ગણાવતા દાતાઓના સહયોગ અને હિતેશભાઈ દવે ના અભિગમ ને બિરદાવ્યા હતા.

error: Content is protected !!