Dhoraji-Rajkot ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર પાસેની સફૂરા નદીના ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી.
ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર પાસેની સફૂરા નદીના ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા તેને રાજકોટ પીએમ માટે ખસેડી મરનારની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીની પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલ સફુરા નદીના ચેકડેમમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની જાણ માનવ સેવા યુવક મંડળને થતા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ઘટના સ્થળે જઇને જોતા ચેકડેમમાં દૂર લાશ તરતી જણાયેલ હતી. આથી ધર્મેન્દ્ર બાબરીયાએ પાણીમાં એક કલાકની જહેમત બાદ લાશને બહાર કાઢીને ચેક કરતા મરણ જનાર અજાણ્યા પુરૂષના મોઢા પર માછલીઓએ કરડી ખાધેલ.
લાશને માનવ સેવાની એમ્બ્યુલન્સમાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ અને મરણજનાર અજાણ્યા પુરૂષની ભાળ મેળવવા અને મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સીક પીએમ માટે લાશને રાજકોટ ખસેડાયેલ છે. તપાસ દરમ્યાન મરણજનાર અજાણ્યો પુરૂષ મુસ્લિમ હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે બીટ જમાદાર હિતેશભાઇ ગરેજા તપાસ ચલાવી રહેલ છે
અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી