Gondal-Rajkot ગોંડલ સિટી પોલીસ દ્વારા મહાવેકસીનેશન કેમ્પમાં 736 લોકો ને પ્રથમ ડોઝ અપાયો.
ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડતા રાજકોટ જિલ્લા કલેકટર ના જાહેરનામા મુજબ સુપર સ્પ્રેડર દુકાનો – લારી ગલ્લા ધરાવતી દુકાનો જેવીકે બ્યુટી પાર્લર, શાકભાજી – ફ્રૂટ,ખાણી-પીણી ની લારીઓ,પાન ના ગલ્લા ધરાવતા,ઓટો રીક્ષા ચલાવતા લોકો નું વેકસીનેશન મહા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 18 થી 44 વર્ષના 736 વેપારીઓને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.ગોંડલ માં વેક્સીન કેમ્પ માં સૌપ્રથમવાર એક દિવસ આટલી વધુ પ્રમાણ લોકો જાગૃતતા થી વેક્સીન લીધી તેમજ આ સંદર્ભમાં ખાસ કામગીરી ગોંડલ સિટી પોલીસ લોકો ને વેક્સીન માટે જાગૃતતા લાવવામાં સફળ રહી. આ તકે ગોંડલ સિટી પી.આઈ. એસ.એમ. જાડેજા, પી.એસ.આઈ વી.કે. ગોલવેલકર તેમજ ગોંડલ સિટી પોલીસ સ્ટાફ,બ્લોક હેલ્થ ઓફિસર ડો. જી.પી. ગોયલ , ડૉ. માધવી પંડ્યા , કોરોના સુપરવાઈઝર નીરવ વ્યાસ તેમજ આરોગ્ય સ્ટાફ આ વેકસીનેશન મહાઅભિયાન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.