Gondal.Rajkot ગોંડલ શ્રી કચ્છી ભાટીયા મહાજન સમાજ વાડી માં 18 થી 45 વય જુથ માટે વેકસીનેસન કેન્દ્ર નો પ્રારંભ થયો.

ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ના ગોંડલ અર્બન હેલ્થ કેન્દ્ર ભગવતપરા અને કચ્છી ભાટીયા મહાજન સમાજ ના સંયુક્ત ઉપક્રમે 18 થી 45 વય જૂથ ના યુવા ભાઈ બહેનો માટે વેકશીનેશન નો પ્રથમ ડોઝ આપવા માટે નું કેન્દ્ર મહાદેવ વાડી, શ્રી કચ્છી ભાટીયા મહાજન વાડી ખાતે આજરોજ તા.21મી જૂન થી ચાર દિવસ માટે સવારે 9-30 થી 12-30 અને બપોરે 2-30 થી 5-30 દરમ્યાન વેકસીનેસન આપવામાં આવશે.જેનો લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.


વેકસીનેસન કેન્દ્ર નો પ્રારંભ હીરાભાઈ આશર,ટોકરશીભાઈ વેદ,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,ડો.દેવાંગીબેન પટેલ M O,ડો.અભિલાષાબેન પટેલ,ભીખુભા જાડેજા,VYO કિશોરભાઈ સોમૈયા,કિરીટભાઈ સંપટ,મોહનભાઇ આશર,ચત્રભુજભાઈ આશર, ભરતભાઇ સંપટ, જ્યેનભાઈ ભટ્ટ ના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવેલ…


આ વેકસીનેસન કેન્દ્ર તા.21મી જૂન થી 24 મી જૂન ચાર દિવસ દરમ્યાન સવારે 9-30 થી 12-30 અને બપોરે 2-30 થી 5-30 વેક્સીનેશન કરવામાં આવશે જેનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે..

error: Content is protected !!