ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો.ઓ.સોસાયટી દ્વારા ત્રણ એજન્ટ વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી: કરોડો રૂપિયા નાં કૌભાંડ બાદ દોસ નો ટોપલો એજન્ટ ઉપર ઠોકતા ચર્ચા નો વિષય.
ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો.ઓ.સોસાયટી નાં એજન્ટના દેહાંત બાદ કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે બેંકે ત્રણ સામે ફરિયાદ નોંધવા કરેલ અરજી બાબતે બેંક નાં મેનેજર અને જવાબદારો પોતાની જવાબદારીમાંથી છટકવાની ગોઠવણ કરી રહ્યા હોવાની ખાતા ધારકોમાં ચર્ચા નો વિષય બનવા પામ્યો છેછેલ્લા ઘણા સમય થી ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો.ઓ.સોસાયટી બેંક ચર્ચા ના કેન્દ્ર માં રહી છે ત્યારે કરોડો રૂપિયાના અંગે રહી રહી ને ત્રણ એજન્ટો વિરુદ્ધ પોલીસ માં અરજી કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા છેલ્લા ૧૫ વર્ષ થી બેંકે નિમેલા ઓથોરાઈઝ એજન્ટ કેતનભાઈ ભાલાળા નું કોરોના મહામારી માં નિધન થતા ડેઇલી બચત કરતા ખાતાધારકો નાં કરોડો રૂપિયા પગ કરી ગયા હોય જે અંગે ની બચત ધારકોએ પોલીસ માં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ ની પ્રાથમિક તપાસ માં બેંક મેનેજર શંકા ના દાયરામાં આવતા બચત ધારકો માં પોતાના નાણાં પાછા મળશે તેવી આશ બંધાણી હતી પરંતુ બેંક સંચાલકો દ્વારા મૃત પામેલ વ્યક્તિ અને તેમના બંને ભાઈ વિરુદ્ધ સોસાયટી ના નામે લાખો ની છેતરપિંડી બચત ની પાસ બુક મેળવી એક બીજા એક સંપ થઈને ફિક્સ ડિપોઝીટ ના નામે ગ્રાહકો પાસે થી નાણાં ઉધરાવી વિશ્વાસધાત અને છેતરપીંડી કરી પાસ બુકમાં ખોટી એન્ટ્રી કરી આર્થિક કૌભાંડ આચરેલ હોવા અંગેની સિટી પોલીસ સ્ટેશનમાં અરજી થતા બચત ધારકો માં અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે રહી રહીને ફરિયાદ થતા બેંક માં લોલમલોલ ચાલતું હોય અને કરોડો રૂપિયાનું ઠીકરું જાણે આ ત્રણ વ્યક્તિ ઉપરજ ફોડવાની પેરવી થતી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે બેંક ની માન્યતા તેના નિયમો પાસ બુક થાપણો તેમજ જરૂરી દસ્તાવેજો ઓડિટ વિગેરે ની તટસ્થ તાપસ રાજકોટ જિલ્લા રજિસ્ટાર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે તેવી નાના અને મધ્યમ વર્ગના ખાતા ધારકો માં માંગ ઉઠવા પામી છે.