Gondal-Rajkot ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના બચત એજન્ટના કોરોનાથી નિધન બાદ શ્રમિક ખાતા ધારકો કરોડો રૂપિયામાં છેતરાયા હોવાનો ગોટાળો બહાર આવ્યો.
મોટા ભાગના શ્રમિક અને અભણ ખાતા ધારકોને વિશ્વાસમાં લઇ એજન્ટ દ્વારા કાચી ચિઠ્ઠીઓ અને ડેઇલી બચત બુકમાં સહી સાથે નોંધ કરી આપવામાં આવી છે.
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ માં છેલ્લા 15 વર્ષથી ડેઇલી બચતનું કામ કરતા બચત એજન્ટનું કોરોના ના કારણે નિધન થતા રોજિંદા બચત કરતા શ્રમિકો પોતાની મૂળી અંગે બેંકે તપાસ કરતા મોટા ભાગના શ્રમિકો છેતરાયા હોવાનો ગોટાળો બહાર આવતા લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું.
શહેરના કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા કેતનભાઇ ઘુસાભાઇ ભાલાળા છેલ્લા 15 વર્ષથી બચત એજન્ટ નું કામ કરી રહ્યા હતા તેનું કોરોનાના કારણે નિધન થયું હતું બાદમાં સમીમબેન અમીનભાઈ મકરાણી, વર્ષા બેન પપ્પુભાઈ ઠાકોર , ખોળાભાઈ દમજીભાઈ ડાભી, તાજ મહમદભાઈ મકરાણી, જાવેદભાઈ યુશુફભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ યુશુફભાઈ ચૌહાણ, તેજલબેન મિતેશભાઇ દેવીપૂજક, હનીફભાઈ નૂરમામદ ભાઈ પતાણી, હીનાબેન જગદીશભાઈ ચુડાસમા, રાજેશભાઇ વાઘેલા, વિનોદભાઈ વાલજીભાઈ ટુવરિયા અને વાઘેલા વિશાલસિંહ રાજેન્દ્રસિંહ સહિતનાઓ પોતાની ડેઇલી બચત અને ફિક્સ ડિપોઝીટની રકમ અંગે બેંકે પહોંચ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ ન મળતા અને છેતરપીંડી નો ભોગ બન્યા નું જણાતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમીમબેન મકરાણી દ્વારા લેખિત માં અરજી આપતા પીઆઇ જાડેજા, પીએસઆઈ ડીપી ઝાલા એ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે કોરોના થી મોત ને ભેટેલા કેતનભાઈ ભાલાળા દ્વારા ખાતા ધારકો ને વિશ્વાસ માં લઇ ડેઇલી બચત બુકમાં લાખો રૂપિયા ની ફિક્સ ડિપોઝીટ ની રકમ લખી આપવામાં આવી છે અને મૂળ રકમ બેંક માં જમા કરાવવા માં આવી નથી આ બનાવમાં કેતન ભાલાળા ઉપરાંત બેંક મેનેજર સહિતનાઓ ની સંડોવણી હોવાની શંકાઓ હોય ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.